હિંમતનગર તાલુકાના શ્રી નૂતન કેળવણી મંડળ ઇલોલ સંચાલિત ઇલોલ ગ્રુપ સહકારી મંડળી હાઇસ્કૂલ ઇલોલ માં આજ રોજ નેશનલ ગેમ્સ 2022 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું - At This Time

હિંમતનગર તાલુકાના શ્રી નૂતન કેળવણી મંડળ ઇલોલ સંચાલિત ઇલોલ ગ્રુપ સહકારી મંડળી હાઇસ્કૂલ ઇલોલ માં આજ રોજ નેશનલ ગેમ્સ 2022 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું


શ્રી નૂતન કેળવણી મંડળ ઇલોલ સંચાલિત ઇલોલ ગ્રુપ સહકારી મંડળી હાઇસ્કૂલ ઇલોલ માં આજ રોજ નેશનલ ગેમ્સ 2022 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું
નેશનલ ગેમ્સ 2022 અંતર્ગત ગુજરાત રાજ્ય રમત ગમત વિભાગ ગાંધીનગર દ્વારા કાર્યક્રમ ની રૂપરેખા અનુરૂપ ઇલોલ હાઇસ્કૂલ માં આજરોજ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ શાળા ના આચાર્ય શ્રી અનવરઅલી ખણુશિયા એ આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા પરિચય આપી નેશનલ ગેમ્સ અંગે ની માહિતી પૂરી પાડી હતી ત્યારબાદ આવેલા મહેમાનોને ફૂલોની ફોરમ થી સન્માન કરવામાં આવ્યું હતુ. શાળામાં અભ્યાસ કરતા બાળકોને તંદુરસ્ત રહેવા માટે ની પ્રતિજ્ઞા લેવડાવી હતી અને પાડોશીઓને પણ તંદુરસ્ત રહેવા માટે વિવિધ કસરતો કરવા માટે સમજાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ આવેલા મહેમાનોએ તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી ને પ્રોત્સાહિત કર્યા હતા
સર્વ પ્રથમ રસ્સા ખેંચ સ્પર્ધા મા મહેમાનોએ દરેક ખેલાડીને હાથ મિલાવી શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ લેગ ક્રિકેટ સ્પર્ધા . દોરડા કુદ મહેંદી સ્પર્ધા. ચેસ . રંગોળી સ્પર્ધા 100 મીટર દોડ ખો ખો જેવી સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું
આ કાર્યક્રમમાં હિંમતનગર તાલુકા સદસ્ય શ્રી મહેશભાઈ સોલંકી. ઇલોલ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીમતી ઝાહેરાબેન મસી ઇલોલ ગ્રામ પંચાયત ના ડેપ્યુટી સરપંચ શ્રી કમ્મરઅલી ઢૂંઢા . શ્રી નૂતન કેળવણી મંડળ ઇલોલ ના પ્રમુખ શ્રી સુલેમાનભાઈ દાંત્રેલીયા ઇલોલ નૂતન કેળવણી મંડળના મંત્રી શ્રી અશરફ ભાઈ દાંત્રેલિયા નિઝામુદ્દીન ભાઈ મસી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઇલોલ હાઇસ્કૂલ ના વ્યાયામ શિક્ષક શ્રી વી. એસ. કલાસવા તથા શ્રી એન. ડી. પટેલ ના માર્ગદર્શન પ્રમાણે કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકોને વિવિધ સ્પર્ધાઓની વહેંચણી કરવામાં આવી હતી તે પ્રમાણે તમામ શિક્ષકો એ સ્પર્ધાઓ સારી રીતે સમયસર પૂર્ણ કરી હતી આ સ્પર્ધાઓમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓ માં ભાગ લઈ આનંદ મેળવ્યો હતો ઇલોલ ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા બાળકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા વિજેતા વિદ્યાર્થીઓને આચાર્ય શ્રી દ્વારા અભીનંદન પાઠવવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળાના શિક્ષક શ્રી બી. એચ. પંડ્યા એ કર્યું હતું

અહેવાલ ચીફ બ્યુરો સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.