આ સ્થળે ઢાળ કરતા ઉંધી દિશામાં વહે છે પાણી, કોઇ વિજ્ઞાન ઉકેલી શકયું નથી આનું રહસ્ય - At This Time

આ સ્થળે ઢાળ કરતા ઉંધી દિશામાં વહે છે પાણી, કોઇ વિજ્ઞાન ઉકેલી શકયું નથી આનું રહસ્ય


રાયપુર,29 જુલાઇ,2022,શુક્રવાર જે તરફ ઢોળાવ હોય એ તરફ પાણી વહીને પાણી તેનો રસ્તો કરી જ લે છે, આના માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળનો સિધ્ધાંત કામ કરે છે પરંતુ નવાઇની વાત તો એ છે કે એક સ્થળ એવું છે જયાં પાણી ઉલટી દિશામાં વહે છે. મતલબ કે ઢાળથી નીચેની તરફ નહી પરંતુ ઢાળની તરફ પાણી જાય છે. આ સ્થળ છતિસગઢના મેનપાટ પાસે આવેલા સરગુજામાં આવેલી છે. કુદરતનો આ એવો કરિશ્મો છે જે વિજ્ઞાન માંટે પડકારજનક છે. આવું વર્ષોથી થાય છે પરંતુ કેટલાક સમયથી લોકોનું ધ્યાન પડતા મેનપાટ આવે છે. મકાન બાંધકામમાં એક શબ્દ જાણીતો છે ટોટી લેવલ, આ ટોટી લેવલ માટે પારદર્શક નળીમાં પાણી નાખીને જગ્યાનું કે બાંધકામનું લેવલ જોવામાં આવે છે. આ ટોટી લેવલ પણ અહી ખોટું પડે છે. મેનપાટ આમ પણ છતિસગઢનું શિમલા ગણવામાં આવે છે આથી પ્રવાસીઓ માટે જોવા જેવી જગ્યામાં આ એક નવી જગ્યા ઉમેરાઇ છે. આ સ્થળની બીજી ખાસિયત એ છે કે ઢોળાવ તરફ કાર રાખવામાં આવે તો તે પણ પાણીની જેમ ઉલટી દિશામાં જતી રહે છે. આથી આ સ્થળે ગાડીને ન્યુટ્રલ મોડ પર રાખવી જોખમી બની જાય છે. નિષ્ણાતો આના માટે મેગ્નેટિક ફિલ્ડને જવાબદાર માની રહયા છે. જો કે આ વાત સંશોધન પ્રયોગોમાં સાબીત થતું નથી. બીજી એક થિએરી મુજબ જો આ મેગ્નેટિક ફિલ્ડ નથી તો પછી આ ઓપ્ટિકલ ઇલ્યૂઝન છે. દ્વષ્ટીભ્રમ જેમાં ઢાળ ના હોવા છતાં ઢાળ દેખાય છે પરંતુ હકિકતમાં ઢાળ હોતો નથી. આ ઓપ્ટિકલ ઇલ્યૂઝનના લીધે જ ઢાળ ના હોવા છતાં ઢાળ લાગે છે બાકી કુદરતના નિયમ પ્રમાણે પાણી ઉંધી દિશામાં વહે તે શકય નથી. ગાડીઓ પણ આવું થતું હોયતો તે  દ્વષ્ટી એંગલના લીધે થાય છે. આવું કહેનારા પણ  આ સ્થળે એટલા માટે ખોટા પડે છે કે માપવામાં આવે ત્યારે તેમાં પણ ઢાળ જ જણાય છે. આથી આવું શા માટે થાય છે તે એક રહસ્યથી ભરેલી બાબત છે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.