શ્રાવણના પહેલા જ દિવસે PCB એ દરોડો પાડી બે જુગારી ઝડપ્યા , - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/k3wpfcgjims64imw/" left="-10"]

શ્રાવણના પહેલા જ દિવસે PCB એ દરોડો પાડી બે જુગારી ઝડપ્યા ,


પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ છે ત્યારે બીજી તરફ આ મહિનામાં જુગાર રમનારાઓ પણ સક્રિય થાય છે . ત્યારે વડોદરાની પ્રિવેન્સન ઓફ ક્રાઇમ બ્રાન્ચ ( PCB ) દ્વારા બાતમીના આધારે કારેલીબાગમાં કાસલઆલા કબ્રસ્તાન પાસે દરોડો પડ્યો હતો . જ્યાં ગુજરાત પ્રોવિઝન સ્ટોર નામની લારી પર અસ્ફાકઅલી ઉર્ફે રીઝવાન સૈયદ ( રહે . મારવાડી મહોલ્લો , કારેલીબાગ , વડોદરા ) અને કાંતિભાઇ શનાભાઇ પરમાર ( રહે . પાર્વતી નિકેતન સોસાયટી , કારેલીબાગ , વડોદરા ) રૂ . 31260 ની રોકડ સાથે આંકડાઓનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા . પોલીસે આ મામલે રોશનઅલી સૈયદને વોન્ટેડ જાહેર કર્યો છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]