'ફ્લાઇંગ કૉફીન'ને ક્યારે દૂર કરશો? BJPના જ સાંસદે મિગ-21 પ્લેન ક્રેશ પર સરકારને સવાલો કર્યા - At This Time

‘ફ્લાઇંગ કૉફીન’ને ક્યારે દૂર કરશો? BJPના જ સાંસદે મિગ-21 પ્લેન ક્રેશ પર સરકારને સવાલો કર્યા


નવી દિલ્હી,તા. 29 જુલાઇ 2022, શુક્રવારભારતમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર ફાઈટર પ્લેન ક્રેશ થવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે તેમાંના મોટાભાગના ટ્રેઇની વિમાનો જ ક્રેશ થવાના અહેવાલ મળે છે. ગઈકાલે સાંજે પણ રાજસ્થાનના બાડમેરમાં એરફોર્સનું એક ફાઈટર એરક્રાફ્ટ મિગ-21 ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 2 પાયલોટના મોત થયા હતા. આ અંગે હવે ભાજપના જ સાંસદે સરકાર સામે સવાલ કરીને દેશના જવાનો અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરુણ ગાંધીએ રાજસ્થાનના બાડમેરમાં બનેલી ઘટના પર ચિંતા વ્યક્ત કરતાં ટ્વીટ કરતા કહ્યું કે, આ 'ફ્લાઇંગ કૉફીન'ને ક્યારે આપણા કાફલામાંથી હટાવવામાં આવશે?વધુમાં તેમણે લખ્યુ છે કે, 'આખો દેશ ગઈકાલે બાડમેરમાં બનેલી ઘટનાથી આઘાતમાં અને દુઃખી છે! છેલ્લા કેટલાક વર્ષોથી MiG-21 અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યું છે. જેણે 200 પાઇલોટ્સનો જીવ લીધો છે. આપણા કાફલામાંથી આ 'ફ્લાઇંગ કૉફીન' ક્યારે દૂર થશે ? દેશની સંસદે વિચારવું પડશે કે શું આપણે આપણા બાળકોને આ વિમાન ઉડાડવા દઈશું ?આ ઘટના અંગે વાયુસેનાએ નિવેદનમાં કહ્યું હતુ કે, "આ દુર્ઘટનામાં ભોગ બનેલા બે IAF પાઇલટ વિંગ કમાન્ડર એમ રાણા અને ફ્લાઇટ લેફ્ટનન્ટ આદિત્યા બલ હતા. ભારતીય વાયુસેના આ જાનહાનિ બદલ દિલગીર છે અને શોકગ્રસ્ત પરિવારોની સાથે મજબૂતીથી ઊભા છીએ."


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.