હાથીખાનામાં ડામર પીગળ્યો લોકોનાં બૂટ - ચપ્પલો ચોંટ્યાં. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/w8kdi2bkfoujjgus/" left="-10"]

હાથીખાનામાં ડામર પીગળ્યો લોકોનાં બૂટ – ચપ્પલો ચોંટ્યાં.


હાથીખાનાથી કુંભારવાડા ચાર રસ્તા તરફ જતા માર્ગ પર પાલિકાએ બનાવેલા રોડનો ડામર પીગળતાં નાગરિકો હેરાન થયા હતા . લોકોના બુટ - ચપ્પલ ચોંટી જતા હતાં . આ બાબતે ધ્યાને આવતા જ વોર્ડના અધિકારીઓ દોડતા થયા હતાં અને રેતી નખાવી હતી . શહેરના હાથીખાના તરફ જતા મુખ્ય માર્ગ પર વોર્ડ નંબર 6 દ્વારા તાજેતરમાં જ કાર્પેટીંગ અને ત્યારબાદ તેના પર સીલકોટની કામગીરી કરવામાં આવી હતી . અંદાજીત 300 મીટરના રોડ માટે રૂ . 15 લાખનો ખર્ચો થયો છે . જો કે છેલ્લા બે દિવસથી આ રોડ પર ડામર પીગળી જવાની ઘટના બની રહી છે . ત્યાંથી પસાર થતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે . વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકો રહેતા હોવાથી નમાજ પઢવા જતી વેળા તેમના ચપ્પલ ચોંટી જતા હોવાની અનેક ફરિયાદ કરી હતી .
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]