નિમચ સરકારી સસ્તા અનાજની દુકાન પર પાક્કું બિલ અને પૂરતો અનાજનો જથ્થો ન આપવા બાબતે ગરબાડા મામલતદારને આવેદનપત્ર .. - At This Time

નિમચ સરકારી સસ્તા અનાજની દુકાન પર પાક્કું બિલ અને પૂરતો અનાજનો જથ્થો ન આપવા બાબતે ગરબાડા મામલતદારને આવેદનપત્ર ..


પ્રાપ્ત માહિતી અનુસાર આજે ગરબાડા મામલતદાર કચેરી ખાતે નીમચ ગામના રેશનકાર્ડ ધારકો દ્વારા સરકારી સસ્તા અનાજની દુકાને પાકુ બીલ અને પૂરતો અનાજનો જથ્થો ન આપતો હોવાના બાબતે ગરબાડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર નીમચ ગામના સસ્તા અનાજની દુકાનદાર દ્વારા રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજનો જથ્થો પૂરતો આપવામાં આવતો નથી તેમજ જે અનાજનો જથ્થો આપવામાં આવે છે તેનું ઓનલાઇન ફિંગરપ્રિન્ટ જથ્થાનું પાકું બિલ પણ આપવામાં આવતું નથી અને રેશનકાર્ડ ધારકો બીલની માંગણી કરતા ઓપરેટર દ્વારા અનેક બહાના બનાવવામાં આવે છે કે બિલનું પ્રિન્ટર નથી લાઈટ નથી દુકાનનો માલિક ઘરે નથી માલિક આવશે ત્યારે બિલ મળશે અને રેશનકાર્ડ ધારકોને ધરર્મ ધક્કા ખવડાવે છે અને બિલની માંગણી કરે છે ત્યારે સસ્તા અનાજ નો દુકાનદાર રેશનકાર્ડ ધારકોને ધમકાવે છે તેવા આક્ષેપો સાથે આજે ગરબાડા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.