જસદણમાં દિશાસૂચક સાઈન બોર્ડ મુકવા જયેશ કલ્યાણીની માંગણી - At This Time

જસદણમાં દિશાસૂચક સાઈન બોર્ડ મુકવા જયેશ કલ્યાણીની માંગણી


(હુસામુદીન કપાસી દ્વારા જસદણ)
જસદણમાં દિશાસૂચક સાઈન બોર્ડ ન હોવાથી દિવસભરમાં હજજારો નાગરિકો ગોથે ચડી રહ્યાં છે આમ છતાં પાલિકાનાં જવાબદાર તંત્રને કઈ સુઝતું નથી હાલ જસદણ શહેરનો વ્યાપ અને વસ્તી સતત વધતાં જાય છે ઇસ્વીસન ૧૯૯૫ માં જસદણને નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયો દરમિયાન અનેક અઘિકારીઓ અને પદાધિકારીઓ આવ્યાં તેમણે હજું સુધી કંઈ ઉકાળ્યું નથી જસદણમાં હાલ કાયદેસર ગેરકાયદેસર અનેક નવા વિસ્તારો બન્યાં છે ચોતરફ સોસાયટી શોપિંગ સેન્ટર મકાનો બંગલાઓ દુકાનોનો રાફડો ફાટયો છે આવા સમયે કોઈ દિશાસૂચક સાઈન બોર્ડ n હોવાથી લોકો ગોથે ચડી જાય છે કોઈ વિસ્તારમાં જવું હોય તો દસ જગ્યાએ પૂછપરછ કરવી પડે છે નગરપાલિકા કરોડો રૂપિયાનું બિનજરૂરી ખર્ચ કરી પ્રજાના પરસેવાની કમાણી વેડફે છે પણ રાહદારીઓ અને વાહનચાલકો માટે જરૂરી એવા દિશાસૂચક સાઈન બોર્ડ બનાવવા અખાડા કરે છે ત્યારે નાગરીકો માટે જરૂરી એવા દિશાસૂચક સાઈન બોર્ડ મુકવા સામાજીક કાર્યકર જયેશ હિંમતલાલ કલ્યાણીએ માંગણી ઊઠાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.