માનગઢ ખાતે શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં આદિવાસી વીરો શહીદોને આહુતિ આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી - At This Time

માનગઢ ખાતે શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં આદિવાસી વીરો શહીદોને આહુતિ આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી


*આજરોજ માનગઢ ધામ ખાતે ગુજરાતના કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબે ૧૭ નવેમ્બર ૧૯૧૩ના રોજ શ્રી ગોવિંદગુરુના નેતૃત્વમાં અંગ્રેજો સામેના સંગ્રામમાં ૧૫૦૭ આદિવાસી વીરોએ શહીદી વ્હોરી હતી જેઓને નમન કરી પુષ્પાંજલિ આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સાથે સંતરામપુરના ગાયત્રી શક્તિપીઠ દ્વારા આયોજિત 24 કુંડી ગાયત્રી યજ્ઞના માધ્યમથી વીર શાહદતને વોરેલ આદિવાસી વીરો શહીદોને આહુતિ આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમની પુણ્ય આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી સાથે આદિવાસી સમાજનો ઉત્થાન અને ઉદ્ધાર થાય આદિવાસી સમાજ આગળ આવે તે માટે પૂજા અર્ચના કરી ભારત માતાની આરતી ઉતારી વિકસિત ભારતનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. અનુસૂચિત જનજાતિ મોરચાના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સ્વ. ભગવતશરણ માથુર સાહેબને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.માનગઢ થી પાવાગઢ રથને ૫૨ ગજની ધજા સાથે મંત્રી સહિત મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું.*
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી ભાવિનભાઈ પંડ્યા, પ્રાયોજના વહીવટદાર શ્રી જે. પી. અસારી, ગોવિંદ ગુરુના અનુયાયીઓ, ગાયત્રી પરિવારના શ્રી રામજીભાઈ ગરાસિયા સહિત અધિકારીઓ પદાધિકારીઓ, સરપંચશ્રીઓ, ગાયત્રી પરિવારના સભ્યો, આદિવાસી સમાજના આગેવાનો મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

રીપોર્ટ.ભીખાખાઈ ખાંટ
મહીંસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.