ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકાનાં સોનપરા ગામે કુમાર-કન્યા પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકાનાં સોનપરા ગામે કુમાર-કન્યા પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો


તા:26 ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકાનાં સોનપરા ગામે કુમાર-કન્યા પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુમાર અને કન્યા પ્રાથમિક શાળાનાં આચાર્ય તેમજ અનેક શિક્ષક સ્ટાફ જોડાઈ અને આ કામગીરીની જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમ 26 જાન્યુઆરી 75માં પ્રજાસત્તાક દિનનાં રોજ રાત્રે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોનપરા ઞામનાં ગ્રામજનો તેમજ આજુબાજુ ગામનાં લોકો બહોળી સંખ્યામાં આ કાર્યક્રમ માણવા ઉમટી પડ્યાં હતાં જેમાં અનેક બાળકોએ આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલા જોવાં મળ્યાં હતાં આ કાર્યક્રમની શરૂઆત કન્યા શાળાની બાળાઓએ દીપ પ્રગટાવીને આ કાર્યક્રમની પ્રાર્થનાથી શરૂઆત કરી હતી આ કાર્યક્રમમાં પિરામિડ,નાટકો,સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને નાની બાળાઓ બાળકોએ લોકોનાં દિલ જીતી લીધાં હતાં

જેમાં આજથી એક વર્ષ પહેલાં રાષ્ટ્રીય કાર્યક્રમ પ્રજાસત્તાક દિનની ઉજવણીની પસંદગી ઞીર ઞઢડા તાલુકા લેવલે સોનપરા કન્યા-કુમાર પ્રાથમિક શાળાની પસંદગી કરવામાં આવી હતી જે કાર્યક્રમ એક વર્ષ પહેલાં સોનપરા કુમાર-કન્યા પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમનાં મહેમાન મામલતદાર સાહેબ અને ટી.ડી.ઓ સાહેબએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમની નોંધ પણ લેવામાં આવી હતી જે કાર્યકમ પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં બાળકોને શિક્ષણ સાથે રમત-ગમત સાથે જ્ઞાન અને બાળકોને શિક્ષણ સાથે પ્રોત્સાહન મળી રહે એવું આયોજન કરવામાં આવ્યું હતું અને આવાં રાષ્ટ્રહિતનાં અનેક કાર્યક્રમો કરીને શિક્ષણની દ્રષ્ટિએ પણ ગીર ગઢડા તાલુકામાં સોનપરા ગામની કુમાર અને કન્યા પ્રાથમિક શાળા અગ્રેસર રહી શુકેલ છે

જેમાં આ કાર્યક્રમનાં મહેમાનો આગેવાનો સોનપરા ગામનાં હાલનાં સરપંચ ઉમેદભાઈ વાઢેળ તેમજ તાલુકા પંચાયતનાં સદસ્ય દિનેશભાઈ વાળા,જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન,ટી.પી.ઓ.સાહેબ, આજુબાજુ ગ્રામ્ય વિસ્તારની સ્કૂલનાં આચાર્ય શિક્ષકો તેમજ અનેક આજુબાજુ ઞામનાં લોકો સોનપરા ઞામનાં લોકો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતાં અને આ કાર્યક્રમનાં સહભાગી બન્યાં હતાં આ તમામ મહેમાનો ગ્રામજનોએ સહકાર આપવા બદલ તમામ લોકોનો સોનપરા કુમાર પ્રાથમિક શાળાનાં આચાર્ય દાનસીઞભાઈ એન.ડોડિયાએ આભાર વ્યક્ત કર્યો હતો

પ્રેસ રિપોર્ટર ડિ.કે.વાળા ઞીર ઞઢડા ગીર સોમનાથ
8780138711


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.