ગીર સોમનાથના કાજલી દિવ્યાંગ મતદાન મથકે દિવ્યાંગ પોલિંગ સ્ટાફની સરાહનીય કામગીરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/w3bq4dsirhphufdi/" left="-10"]

ગીર સોમનાથના કાજલી દિવ્યાંગ મતદાન મથકે દિવ્યાંગ પોલિંગ સ્ટાફની સરાહનીય કામગીરી


ગીર સોમનાથના કાજલી દિવ્યાંગ મતદાન મથકે દિવ્યાંગ પોલિંગ સ્ટાફની સરાહનીય કામગીરી
શારીરિક ક્ષતિઓને ભૂલી નિષ્ઠાપૂર્વક લોકશાહીના અવસરમાં નિભાવી પોતાની ચૂંટણી ફરજ

ગીર સોમનાથ, તા.૦૧: ગીર સોમનાથ જિલ્લામાં કાજલી-૩માં આવેલા સરકારી શાળા ખાતેનું મતદાન મથક સંપૂર્ણ પણે દિવ્યાંગ સ્ટાફ દ્વારા જ સંચાલિત હતું. જેમાં પોલિંગ ઓફિસર સહિતનો સ્ટાફ દિવ્યાંગ હતો છતાં આ મતદાન મથકે દિવ્યાંગોએ સરાહનીય કામગીરી કરી હતી. લોકશાહીના અવસરે સંપૂર્ણપણે દિવ્યાંગો દ્વારા સંચાલિત આ મતદાન મથકે શારીરિક ક્ષતિઓને અવગણી ફરજ પરના ચૂંટણી સ્ટાફે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી હતી.

દિવ્યાંગો, વયોવૃદ્ધ તેમજ શારીરિક અશક્ત મતદાતાઓ માટે આ મતદાન મથકે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવવા- જવા માટે ખાસ વાહન વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી તેમજ દિવ્યાંગોને સ્થળ ઉપર કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે વ્હીલ ચેર તેમજ સહાયક સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]