106-ગઢડા અને 107-બોટાદ મતદાર વિભાગમાં કુલ 14 મતદાન મથકો સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lw7l9cxwmiaz7wru/" left="-10"]

106-ગઢડા અને 107-બોટાદ મતદાર વિભાગમાં કુલ 14 મતદાન મથકો સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાયા


106-ગઢડા અને 107-બોટાદ મતદાર વિભાગમાં કુલ 14 મતદાન મથકો સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાયા

બોટાદની 61-ઉમિયાનગર ખાતે કડવા પાટીદાર સ્કૂલમાં વિશિષ્ટ સખી મતદાન મથક તૈયાર કરાયું છે. મહિલા મતદારોમાં ઉત્સાહ વધે અને મહત્તમ મતદાન માટે પ્રોત્સાહિત થાય તે માટે 106-ગઢડા અને 107-બોટાદ મતદાર વિભાગમાં આવા કુલ 14 મતદાન મથકો સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાયા છે. 106-ગઢડા વિધાનસભા મતદાર વિભાગમાં 64-વલ્લભીપુર-1, 70 વલ્લભીપુર-7, 99 હરીપર-2, 118-બોડકી, 124- વિરડી, 240-ઉમરાળા-4 પોલીસ સ્ટેશન પાસે અને 242-ઉમરાળા-6, ઉતરા ચોક સહિતના મતદાન મથકો સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાયા છે. જ્યારે 107-બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં 174-બોટાદ-34 હિફલી, 178-બોટાદ-38 મંગળપરા, 198-બોટાદ-58 ખારામા, 201-બોટાદ-61 ઉમિયાનગર, 225-બોટાદ-85 અવેડાગેટ, 243-બોટાદ-103 ભગવાનપરા, 245-બોટાદ-105 ગઢડા રોડ મતદાન મથક સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાયા છે.જ્યારે અવસર લોકશાહી નો છે ત્યારે મહિલાઓ મતદાન મથકો પર મતદાન કરવામાં આવે તે હેતુથી 14 મતદાન મથકો સખી મતદાન મથક કાર્યરત કરવામાં આવ્યા.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]