21 જૂન વિશ્વ યોગ દિવસ - At This Time

21 જૂન વિશ્વ યોગ દિવસ


21 જૂન
વિશ્વ યોગ દિવસ

રોજ પલાંઠી વાળી ને જમવું એ યોગ છે
દેશી બેઠક ના ટોઇલેટ માં બેસવું એ યોગ છે
ઘર માં ઝાડું પોતા મારવા એ પણ યોગ છે
રોજ જેટલી ઉંમર થઇ હોય એટલી મિનીટ ચાલવું એ પણ યોગ છે
જુવાન હોવ તો રોજ દસ કે પંદર મિનીટ દોડવું એ યોગ છે
ભૂખ લાગે ત્યારે જ ખાવું એ પણ યોગ છે
ગામ નું લેવા દેવા વગર લોહી ના પીવું એ પણ યોગ છે
બે માળ ચડવા લીફ્ટ નો ઉપયોગ ના કરવો એ પણ યોગ છે
.
.
.
યોગ શરીર કરતા મન ની કસરત વધારે છે ચિત્ત સ્થિર કરવા માટે યોગ સિવાય કોઈ બીજો શ્રેષ્ઠ ઉપાય નથી
રોજ ઘરે કે મંદિર માં પદ્માસન માં બેસી કરાતી પ્રાર્થના એ પણ યોગ છે

સત્ય બોલવું એ પણ યોગ છે

એના માટે કોઈ સ્થાન,સ્થળ કે સમય ની આવશ્યકતા નથી.
દિવસ માં ગમે ત્યારે એના માટે સમય કાઢી શકો છો.

સાદી અને સરળ યોગની વ્યાખ્યા
"પ્રેમ, શાંતિ અને ખુશીનો શ્વાસ અંદર, નફરત, ગુસ્સો અને ઇર્ષાનો શ્વાસ બહાર". યોગ દિવસ નિમિત્તે શુભકામના .....

અહેવાલ અશોકભાઈ નાય
ગાભોઇ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.