ધો.10 અને ધો.12ના 45,211 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vudp45dictraci7t/" left="-10"]

ધો.10 અને ધો.12ના 45,211 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે


ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.૧૧મી માર્ચથી શરૂ થનારી બોર્ડ પરીક્ષામાં જિલ્લામાંથી ૨૫ હજારથી વધુ વિધાર્થીનો ધોરણ-૧૦ની પરીક્ષા આપશે જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૪ હજાર જેટલા અને વિજ્ઞાાન પ્રવાહમાં ૫,૩૯૧વિધાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસશે.બોર્ડની પરીક્ષાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવાથી વિધાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. વિધાર્થીઓ આખરી તબક્કાની તૈયારીમાં ગળાડૂબ બન્યા છે.ત્યારે શિક્ષણ વિભાગે પણ તૈયારીઓ આરંભી લીધી છે અને મીટીંગોનો દૌર શરુ થઇ ગયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]