ગણતરીની કલાકોમા ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી બોટાદ ટાઉન પોલીસ ટીમ - At This Time

ગણતરીની કલાકોમા ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી બોટાદ ટાઉન પોલીસ ટીમ


ગણતરીની કલાકોમા ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી બોટાદ ટાઉન પોલીસ ટીમ

૨૬/૦૪/૨૦૨૪ ના રોજ બોટાદ ગઢડારોડ ગુરુકૃપા સીમેન્ટ પ્રોડક્ટ નામની દુકાને સીમેન્ટના થાંભલા ખરીદી કરવા આવેલા ફરીયાદી દુકાનની બહાર પોતાનું મો.સા. પાર્ક કરી મો.સા. સાથે થેલીમા રોકડ રૂ.૧,૬૫૦૦૦/- હોય જે થેલી મો.સા.ના હેંડલ ઉપર ટીગાડી દુકાનમાં ગયેલ બાદ બહાર આવી જોતા મો.સા. સાથે થી કોઇ અજાણ્યા ઇસમ દ્વારા ચોરી થયા અંગેની ફરીયાદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થતા ગુનાની ગંભીરતા ને ધ્યાને લઈ બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.ખરાડી સાહેબ ની સુચના અને માર્ગદર્શન આધારે બોટાદ પો.સ્ટેના પોલીસ સ્ટફના ના બી.ડી.પટેલ પો.સ.ઇ તથા એ.આર.રાઠોડ અનાર્મ એ.એસ.આઈ અન્ય સ્ટાફ દ્વારા ગઢડા રોડ ઉપર દુકાનોમા લાગેલ સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરી ફુટેજમા દેખાતા શંકાસ્પદ ઇસમને પકડી પોલીસ સ્ટેશન લાવી મજકુરની યુક્તિ-પ્રયુક્તિ થી પુછપરછ કરતા બોટાદ ગુરુકૃપા સીમેંટ પ્રોડક્ટ મા ટ્રેક્ટર નો ડ્રાઇવર તરીકે કામ કરતા ઇસમે ગઇ તા. ૨૬/૦૪/૨૦૨૪ ના સવારના દસથી સાડા દસની આસપાસના સમયે મો.સા. સાથે રહેલ થેલીમા જોતા રોકડ રૂપીયાના બંડલ હોય જે પૈસા જોઇ પોતાના મનમા લાલચ જાગતા પૈસા થેલીમાથી ચોરી કરેલ હોવાનુ જણાવતા હોય જે પોતાના રહેણાક મકાને સંતાડેલ હોય જે ફુલ રોકડ રૂ.૧,૬૫૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી તપાસ કરી બોટાદ પોલીસ સ્ટેશન નો એક ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.