મો.સા. ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી બોટાદ એલ.સી.બી - At This Time

મો.સા. ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી બોટાદ એલ.સી.બી


મો.સા. ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી બોટાદ એલ.સી.બી

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા સાહેબ નાઓએ મિલકત સબંધી ગુન્ડ્સ ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર ડો.જે.બી. પંડિત નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ બોટાદ એલ.સી.બી. સ્ટાફના હેડ.કોન્સ. ગોકુળભાઇ મનજીભાઇ ઉલવા નાઓને મળેલ બાતમી મળેલ કે રવિભાઇ ઇશ્વરભાઇ દુધરેજીયા ઉ.વ.૨૬ રહે. હાલ બોટાદ હિફલી શેરી નં-૦૭, તા.જી.બોટાદ મુળ ગામ- ખાંડીયા તા. ચુડા જી.સુરેન્દ્રનગર વાળો મોટર સાયકલની ચોરી કરી પોતાની પાસે રાખી ઉપયોગ કરે છે જે સુરેન્દ્રનગર સીટી 'બી' ડિવીઝન ના મો.સા. ચોરીના ગુન્હામાં નાસતો ફરતો છે જે બાતમી આધારે એલ.સી.બી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરાવતા મજકુર ઇસમ મળી આવતા તેની પાસેથી હીરો હોન્ડા સ્પ્લેન્ડ મો.સા. નંગ - ૦૨ મળી કુલ ૪૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.