ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલોટે એક સિંહને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યો હતો - At This Time

ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલોટે એક સિંહને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યો હતો


ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલોટે એક સિંહને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યો હતો

ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ 27 એપ્રિલ, 2024 (શનિવાર) ના રોજ,લોકો પાઇલટ દિનેશ મીના,ગુડ્સ ટ્રેન નંબર PPSP/GHH પર કામ કરતી વખતે, રાત્રે લગભગ 21:30 વાગ્યે, કિ.મી. નં. 10/05–10/04, પીપાવાવ-રાજુલા સેક્શન વચ્ચે સિંહને અચાનક ટ્રેક પર આવતા જોઈને,ઇમરજન્સી બ્રેક લગાવી અને સિંહ નો જીવ બચાવવા માટે ટ્રેન 50-100 મીટર પહેલા રોકી દીધી. જેના કારણે ઘટના સ્થળ પર માલગાડી 10 મિનિટ મોડી પડી હતી,ફોરેસ્ટ ગાર્ડ ઘટના સ્થળ પર હાજર ન હતા. સિંહે પાટા ઓળંગ્યા બાદ ટ્રેન મેનેજરે રાજુલા સિટી સ્ટેશન માસ્તર સાથે વાત કરી અને ટ્રેન મેનેજર સાથે તમામ યોગ્ય સિગ્નલોની આપલે કર્યા બાદ લોકો પાઇલોટ દ્વારા માલગાડીને આગળ લઇ જવામાં આવી હતી અને આ અંગેની માહિતી લોકો પાઇલોટ દ્વારા મંડલ કચેરી કંટ્રોલને આપવામાં આવી હતી.માહિતી મળતાં લોકો પાયલટ દિનેશ મીનાને તેમના પ્રશંસનીય કાર્ય માટે ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.