માળીયા હાટીના તાલુકાના લાઠોદ્રા ગામે જાહેરમાં જુગાર 3 જુગારીઓ સાથે કુલ રૂ. 25720/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vtblzinapxweoqoy/" left="-10"]

માળીયા હાટીના તાલુકાના લાઠોદ્રા ગામે જાહેરમાં જુગાર 3 જુગારીઓ સાથે કુલ રૂ. 25720/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ


માળીયા હાટીના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.એસ.આઇ એસ. એન. ક્ષત્રીય માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. વી.એમ.કોડીયાતર તથા પોલીસ હેડ કોન્સ. એન.એમ.ધ્રાંગડ ને સંયુકતમાં ખાનગી ચોકકસ અને આધારભુત બાતમી હકીકત મળેલ કે લાઠોદ્રા ગામની આથમણી સીમ વિસ્તારમાં ગણેશ ડેરી વાળી ગારીમાં જાહેરમાં જુગાર રમતા 1) બરકતભાઇ ભીખાભા નાથાણી 2) રમજાનભાઇ હસનભાઇ સુતાર 3) રજાકભા હસનભાઇ વડસરીયા સહિત હાર જીતનો જુગાર રમી રમતા રોકડ રૂ.10720/- તથા મોબાઇલ ફોન-3 કિ.રૂ.15000/- ના મુદામાલ કુલ રૂપિયા- 25720/- રેઈડ દરમ્યાન મળી આવતા માળીયા હાટીના પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ છે.
આ રેડ સફળ બનાવવા એ.એસ.આઈ. વી.એમ.કોડીયાતર, પોલીસ હેડ કોન્સ. નીલેશભાઈ મણીશંકરભાઇ ધ્રાંગડ, પો.કોન્સ. વિમલભાઇ ડોબરીયા, માનસિંહ ખેર , મિલન ભાઈ ઝાલા સહિત માળીયા હાટીના પોલીસ સ્ટાફે સારી કામગીરી બજાવી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]