ધંધૂકા રેલ્વે મથકની ભાવનગર ડીઆરએમે મુલાકાત લીધી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vsxuw4lkpoxrlfkw/" left="-10"]

ધંધૂકા રેલ્વે મથકની ભાવનગર ડીઆરએમે મુલાકાત લીધી.


ધંધૂકા રેલ્વે મથકની ભાવનગર ડીઆરએમે મુલાકાત લીધી.
અમદાવાદ જીલ્લા ના ધંધૂકા રેલ્વે મથક ખાતે ડીઆરએમની ભાવનગર સ્પેશીયલ ટ્રેન આવી પહોંચી હતી બોટાદ થી ગાંધીગ્રામ સુધીના સમગ્ર રૂટનુ ડીઆરએમ દ્વારા નિરિક્ષણ કરાયુ હતુ.ધંધૂકા રેલ્વે મથક ખાતે મુસાફરોની સુવિધાઓ ને લઇ અને સ્ટેશનની કાર્યપ્રણાલીને લઇ જીણવટ ભરી તપાસ કરી હતી તો મુસાફરો માટેના અન્ડર ફુટ પાસમાં વરસાદી પાણી હોવાની વાત જાણતા જ તેઓ રેલ્વેના બાબુઓ પર તાડુકયા હતા અને સત્વરે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તાકીદ કરી હતી . ૨ બોડગેજ રૂપાંતર પછી ભાવનગર
ડીઆરએમ દ્વારા ધંધૂકા સ્ટેશન ખાતે રોકાણ કર્યુ હતુ.અહી રેલ્વેની તાંત્રીક ગતિવિધિનો તાગ મેળવ્યા બાદ તેઓએ સ્ટેશન પર મુસાફરો માટેની સુવિધાઓની માહીતી મેળવી હતી.જેમાં પાછલા બે ત્રણ માસથી મુસાફરો માટે બનાવાયેલ ફુટ અંડર પાસ પાણી ભરાયુ હોવાના કારણે બંધ હોવાની વાત સાંભળતા જ ભડક્યા હતા અને એન્જીનીયરો અને અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા .

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]