બોટાદના ત્રણ ગામોમાં સિંચાઈ તેમજ પીવાના પાણીને લઈ સમસ્યા - At This Time

બોટાદના ત્રણ ગામોમાં સિંચાઈ તેમજ પીવાના પાણીને લઈ સમસ્યા


બોટાદના ત્રણ ગામોમાં સિંચાઈ તેમજ પીવાના પાણીને લઈ સમસ્યા

રાજ્ય સરકાર દ્વારા હાલ નર્મદા ડેમ ઓવરફલો થતા સૌની યોજના મારફતે તળાવો અને ચેકડેમમાં પાણી છોડાઈ રહ્યુ છે. ત્યારે બોટાદ જિલ્લામાં પણ પાણી આવી રહ્યું છે. ત્યારે બોટાદ તાલુકાના છેવાડા એવા ગઢડીયા, નાની વિરવા તથા મોટી વિરવા ગામની અંદર મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે, પરંતુ અહીંયા માત્ર વરસાદ આધારિત ખેતી થાય છે. જેથી દર વર્ષે ખેતીમાં પિયત માટે પાણીની જરુરિયાત પડે છે. પરંતુ સૌની યોજના મારફતે ઉપરોકત ગામોને લાભ મળતો નથી. જેથી સૌની યોજનામાં ઉપરોકત ગામોનો સમાવેશ કરવામાં આવે તો આ ગામોને લાભ મળે અને તો આ ગામોના ખેડુતો આર્થિક રીતે પગભર થઈ શકે તેમ છે.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.