જૂનાગઢ પોલીસે અરજદારનું ૬૨,૨૦૦/- રોકડ રકમનુ બંડલ ગણતરીની કલાકોમાં પરત અપાવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ezf0wwx6bju6v47h/" left="-10"]

જૂનાગઢ પોલીસે અરજદારનું ૬૨,૨૦૦/- રોકડ રકમનુ બંડલ ગણતરીની કલાકોમાં પરત અપાવ્યું


💫 *_વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા ખોવાય ગયેલ રોકડ રૂ. ૬૨,૨૦૦/- જૂનાગઢ પોલીસ દ્રારા શોધી કાઢેલ._*

તા. ૧૨/૦૯/૨૦૨૨ના રોજ સુનીલકુમાર ચુનીલાલ પારેખ જૂનાગઢ શહેરના જગમાલ ચોક ખાતે પ્રતિષ્ઠીત વેપારી હોય અને કાળવા ચોક પાસે આવેલ બેંકના ATM માં રૂપીયા ડીપોઝીટ કરવા ગયેલ અને તેમાંથી ૬૨,૨૦૦/- રૂપીયા ATM ના ડેસ્ક ઉપર ભુલાય ગયેલ. થોડી વાર પછી તેમને યાદ આવતા તેઓ ATM ખાતે ગયેલ અને શોધ ખોળ કરેલ, પરંતુ તે ૬૨,૨૦૦/- ની નોટનુ બંડલ ત્યા હતુ નહી, આ રૂપીયા તેમના જીવનની પરસેવાની કમાણી હોય તે અને તેમના પરીવારના સભ્યો વ્યથિત થઈ ગયેલ હતા. સુનીલકુમાર દ્વારા આ બાબતની જાણ બી ડીવીઝન પો.સ્ટે.ના પી.આઇ. એન.એ, શાહને કરતા પી.આઇ. એન.એ.શાહ દ્રારા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને આ બાબતની જાણ કરતા નેત્રમ શાખા અને બી ડીવીઝન પો.સ્ટે. દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેષ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ્ટે.ના પી.આઇ. એન.એ.શાહ, એ.એસ.આઇ. ધાનીબેન ડાંગર, પો.કો.પ્રવિણભાઇ વાળા, જેઠાભાઇ કોડીયાતર, રમેશ કરંગીયા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. દેવેનભાઇ સિંધવ, અંજનાબેન ચવાણ, એન્જી. તુષારભાઇ ટાટમીયા દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ દ્રારા તે ડેસ્ક ઉપર પડેલ રોકડ રૂ. ૬૨,૨૦૦/- એક યુવતીને મળેલ હોવાનું શોધી કાઢેલ હતુ. તે યુવતીનો સ્પષ્ટ ચહેરો CCTV કેમેરામાં આવેલ હતો.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ્ટે.ના પી.આઇ. એન.એ.શાહ, એ.એસ.આઇ. ધાનીબેન ડાંગર, પો.કો.પ્રવિણભાઇ વાળા, જેઠાભાઇ કોડીયાતર, રમેશ કરંગીયા સહિતની ટીમ દ્વારા તે ચહેરા અધારે તે યુવતીનુ નામ સરનામુ શોધી કાઢેલ હતુ. બી ડિવિઝન પોલીસ દ્રારા યુવતીને શોધી અને તેમને ATM માં ડેસ્ક ઉપર પડેલ રૂ. ૬૨,૨૦૦/- રોકડ રૂપીયાનુ બંડલ મળેલ હોવાનુ જણાવેલ હતુ અને જૂનાગઢ પોલીસે સુનીલકુમારના રોકડ રૂ. ૬૨,૨૦૦/- ગણતરીની કલાકોમાં પરત કરેલ હતા

જૂનાગઢ પોલીસ દ્વારા પોતાના ખોવાયેલ રોકડ રૂ. ૬૨,૨૦૦/- સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને સુનીલકુમાર દ્રારા પોતે નાનો વેપારી હોઈ, રૂ 62,000/- જેવી રકમ પોતાના માટે ખૂબ અગત્યની હોઈ જૂનાગઢ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાના વ્યવહારો ગોટે ચડી જવાનું જણાવી, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને બી ડિવિઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા સુનીલકુમારના ૬૨,૨૦૦/- રોકડ રકમનુ બંડલ ગણતરીની કલાકોમાં પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર _


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]