89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠક પર ભાજપના ઉમેદવારી પત્ર રજૂ કર્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vhskfsyzz6bcxjv9/" left="-10"]

89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠક પર ભાજપના ઉમેદવારી પત્ર રજૂ કર્યું


ગુજરાત વિધાન સભાની ચૂંટણી જાહેરનામું બહાર પડ્યા દરેક પક્ષઓ પોત પોતાની તૈયારી કરવામાં મંડ્યા ત્યારે 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠિયાને ટીકીટ આપતા તા. 14/ 11/2022 સોમવારના રોજ માળીયા હાટીના હાટી ક્ષત્રીય સમાજ ખાતેથી 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠિયા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જુનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપસિંહ સીસોદીયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડિયા તાલુકા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કાનજીભાઈ યાદવ પંચાયત સદસ્ય જીતુભાઇ સીસોદીયા, તાલુકા પંચાયત સદસ્ય જીવાભાઈ સહિતના આગેવાનો સહિત ડી. ઝે. ના તાલે 100થી વધુ ગાડીના કાફલા સાથે શહેરના મુખ્ય માર્ગો પર ભાજપના ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠિયા એ મતદારોનો અભિવાદન જીલ્યા હતા

આ તકે માળીયા હાટીના પટેલ સમાજના આગેવાનોએ 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠિયા, તેમજ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયાને કુવારકા દ્વારા રાજ તિલક કરવામાં આવ્યા હતા અને પટેલ સમાજના આગેવાનોએ પુષ્પહાર પહેરાવી મો મીઠા કરાવ્યા હતા ત્યાર બાદ 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠિયા પોતાની ઉમેદવારી ફોર્મ ભરવા માંગરોળ જવાના નીકળ્યા હતા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]