કાળાસર ગામે કડકડતી ઠંડીમાં આત્મા પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક ખેતી ખેડુત ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vch73dn2b8edi4yo/" left="-10"]

કાળાસર ગામે કડકડતી ઠંડીમાં આત્મા પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક ખેતી ખેડુત ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો


આત્મા પ્રોજેક્ટ રાજકોટ દ્વારા ખેડુત ગોષ્ઠી( પ્રાકૃતિક ખેતી અભિયાન) કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં આત્મા પ્રોજેક્ટ જસદણ તાલુકાના બીટીએમ નિતેશ લુણાગરિયા ના આગેવાની હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતો. તેમાં વિશાલ પાનસુરીયા સાહેબતેમજ તાલુકાના સંયોજક બાબુભાઈ તેમજ ગ્રામ સેવક મિત્રો તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન ના પ્રકાશભાઈ તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો . ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાં પ્રાકૃતિક ખેતીની શા માટે જરૂરીયાત છે તે વિષય ને લઈને ચર્ચા કરવામાં આવી હતી પ્રાકૃતિક ખેતી કરવાની રીત અને માર્ગદર્શન પૂરું પાડયું હતું જેમાં જીવામૃત,એક દેશી ગાય થી આપણે અત્યારના સમય ખર્ચ વગર ખેતી શક્ય છે. દેશી ગોળ અને ગૌ-મુત્ર થી ખેતી પધ્ધતિ અને તેનાથી થતા ફાયદા જણાવવામાં આવ્યા હતા.અત્યારે કાળાસર ગામની અંદર 30 થી 40 ખેડુતો ગૃપ મળીને પ્રાકૃતિક ખેતી કરી અને બીજા ખેડુતો ને પોતાની સાથે જોડી આવનાર સમય ઓર્ગેનિક ખેતી પધ્ધતિ મોટા પ્રમાણમાં અપનાવે તેવા હેતુથી આગળ વધી રહ્યા છે.

રિપોર્ટ :ભરતભાઈ ભડણિયા
મો:9904355753


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]