પિતાને બચાવવા વચ્ચે પડેલ યુવતી પર પડોશી શખ્સોનો છરી અને પથ્થરથી હુમલો

પિતાને બચાવવા વચ્ચે પડેલ યુવતી પર પડોશી શખ્સોનો છરી અને પથ્થરથી હુમલો


વૈશાલીનગરમાં પિતાને બચાવવા વચ્ચે પડેલ પુત્રી પર પડોશી મહિલા સહિત ત્રણ શખ્સોએ છરી અને પથ્થરથી હુમલો કરતા ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખેસાડ્યા હતાં. પ્રાપ્ત વિગત અનુસાર, વૈશાલીનગર-5 માં રહેતાં હિનાબેન પ્રવીણભાઈ ગાંગાણી (ઉ.વ.19) ગતરોજ સાંજના છ વાગ્યાની આસપાસ ઘરે હતા ત્યારે તેના પિતા પ્રવીણભાઈ દૂધ લેવા માટે બઝારમાં ગયા હતાં
ત્યારે તેની સાથે પડોશમાં રહેતો પરેશ અને તેના પરિવારજનો ઝઘડો કરી રહ્યા હતાં. જે અંગે હિનાને જાણ થતાં તે બચાવવા માટે વચ્ચે પડતાં તેની પર પણ પરેશ તેની બહેન જ્યોતિ સહિત ત્રણ શખ્સોએ છરી અને પથ્થરથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્તને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
વધુમાં ઇજાગ્રસ્ત હીનાબેને જણાવ્યું હતું કે, ગતરોજ તેના પિતા દૂધ લેવા માટે બઝારમાં ગયા ત્યારે પડોશી પરેશનો છોકરો ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતો હતો જેની દોરી તેના પિતાને લાગી હતી જે મામલે છોકરાને સમજાવતાં હતાં ત્યારે પરેશ સહિતના શખ્સો દોડી જઇ તેના પિતાને મારમારતાં હતાં જેમાં તે વચ્ચે પડતાં તેના પર પણ હુમલો કર્યો હતો. તેમજ અગાઉ પણ પરેશ અને તેના પરિવારજનો માથાકૂટ કરતાં હોવાનો આક્ષેપ કર્યો હતો. બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »