અમદાવાદ ના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ તળાવ માં લીલ વળી જતા પાણી થઈ રહ્યું છે દુષત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને જાણ સારું વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલ તળાવ પર લિલ ની ચાદર - At This Time

અમદાવાદ ના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ તળાવ માં લીલ વળી જતા પાણી થઈ રહ્યું છે દુષત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને જાણ સારું વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલ તળાવ પર લિલ ની ચાદર


તા:-૨૨/૧૨/૨૦૨૨
અમદાવાદ

વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલ તળાવ પર લિલ ની ચાદર

અમદાવાદ ના પૂર્વ અને ઝડપી વિકાસ પામતા વિસ્તાર એટલે વસ્ત્રાલ રીંગ રોડ અને આ વિસ્તારમાં આવેલ તળાવ માં પાણી પર એટલી લીલ જામી ગઈ છે જે આપ આ દ્રશ્ય માં જોઈ શકો છો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેર ના બ્યુટીફિકેશન માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરી શહેર સુંદર લાગે તેના ભાગ રૂપે આવા તળાવ ને ગાર્ડન વિકસાવવા માં આવ્યા છે પરંતુ આ તળાવ ની યોગ્ય કાળજી રાખવામાં આવતી નથી
જેથી કરી ને આ તળાવ ના પાણી માં લીલ ની ચાદર ઢંકાય ગઈ હોય તેવું લાગે છે આ લીલ ના કારણે જળચર પ્રાણીઓ માટે ખતરા સમાન બની શકે છે અને આસપાસ રહેતા લોકો તે દુર્ગંધ નો સામનો કરવાનો વારો આવે તેમ છે

વસ્ત્રાલ રીંગ રોડ પાસે આવેલ તળાવ માં કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી કરી ચાલવા ને ફરવા આવતા સિનિયર સિટીઝન તથા બાળકો ને બેસવા માટે ખૂબ મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવે છે

સ્થાનિક લોકો ની માંગ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બગીચાની યોગ્ય જાળવણી કરવા માં આવે અને તળાવ માં બેઠક વ્યવસ્થા કરવામાં આવે જેથી કરી સવાર સાંજ ચાલવા આવતા તથા ફરવા આવતા સિનિયર સિટીઝન અને બાળકો ને બેસવા ની વ્યવસ્થા ની પણ સગવડ થાય એવી આશા અહી ના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.