નિત્તા જીલેટીન ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા ઝઘડિયા વખતપુરા આંગળવાડી ખાતે ની: શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરાયું,૧૫૦જેટલા લોકોની ચકાસણી કરાઈ, સંજીવની ઓક્યુંપેશનલ હેલ્થ સેન્ટરે આપી સારવાર. - At This Time

નિત્તા જીલેટીન ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા ઝઘડિયા વખતપુરા આંગળવાડી ખાતે ની: શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરાયું,૧૫૦જેટલા લોકોની ચકાસણી કરાઈ, સંજીવની ઓક્યુંપેશનલ હેલ્થ સેન્ટરે આપી સારવાર.


ઝઘડિયા તાલુકાનાં વખતપુરા આંગળવાળી ખાતે નિત્તા જીલેટીન ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા નિ: શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા લગભગ ૧૫૦જેટલા ગ્રામજનોને નિશુલ્ક ફુલ બોડી ચેકઅપ સુવિધા આપવામા આવી હતી.
.ઝઘડીયા તાલુકાના વખતપુરા ગામ ખાતે આવેલ આંગળવાડી ખાતે ઝઘડિયા જીઆઇડીસી મા આવેલ નિત્તાં જીલેટીન ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા સંજીવની ઓક્યું પેશનલ હેલ્થ સેન્ટરના સહયોગ થી સીએસસાર અંતર્ગત નિ શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ૧૫૦ જેટલા ગ્રામજનોના હદય રોગ, બ્લડપ્રેશર,ડાયાબિટીસ,કાનના રોગો, લોહી લેબોરેટરી,કાર્ડીયોલોજી, ફેફસાને લાગતાં રોગો, જેવા રોગોનું નિશુલ્ક મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમા કંપની ચિફ કેએસ મધુસૂદન, એચ આર વિશાલ મનોહર,એચઆર ઓફિસર નિતેશ ચૌહાણ, મેડિકલ ટીમમા ડૉ.વિરેન્દ્રસિંહ પરમાર, સાહિલ બન્દલા, સફવાન પટેલ,આરઝુ બેન, સુઝાન બેન, નૈના બેન,શાન્તાબેન રાણા વગેરેએ ઉપસ્થિત રહી સેવા પુરી પાડી હતી. કેમ્પમાં ગ્રામજનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવામા મહત્વની ભુમિકા ભજવી હતી.
ઉલ્લેખનીય છેકે નિત્તા જીલેટીન ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા સમયાંતરે સીએસાર અંતર્ગત આરોગ્ય,શિક્ષણ જેવા મહત્વ પૂર્ણ વિષયો પર માનવ સેવાને લગતા કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે.

મલેક યસદાની
At This Time Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.