બોટાદના નાવડા સંપમાથી મળતા પાણીની લાઈનમા ફોલ્ટ સર્જાતા સમસ્યા, દરરોજ પાણીનો બગાડ છતાં તંત્રની ચૂપકીદી - At This Time

બોટાદના નાવડા સંપમાથી મળતા પાણીની લાઈનમા ફોલ્ટ સર્જાતા સમસ્યા, દરરોજ પાણીનો બગાડ છતાં તંત્રની ચૂપકીદી


બોટાદના નાવડા સંપમાથી મળતા પાણીની લાઈનમા ફોલ્ટ સર્જાતા સમસ્યા, દરરોજ પાણીનો બગાડ છતાં તંત્રની ચૂપકીદી

બોટાદ શહેરમા ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે ત્યારે શહેરના લોકોને હાલમાં છેલ્લાં કેટલાંક દિવસોથી 6 થી 8 દિવસે પાણી મળે છે આવી વિટંબણા વચ્ચે શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણીની રેલમછેલ જોવા મળે છે ત્યારે તંત્રએ આવી બાબતે આકરા પાણીએ થવુ જરૂરી છે.હાલમાં ગરમીનો પારો સતત ઉંચે જઈ રહ્યો છે ત્યારે શહેરીજનોને પીવાના પાણીની સુવિધામાં આવી હાલાકી ભોગવવી પડી રહી છે તેથી નગરજનો તંત્ર સામે બળાપો વ્યક્ત કરી રહ્યા છે આવી સ્થિતીમાં તંત્રએ કોઈ નકકર પગલાં લેવા જોઈએ તેવી લોકોની લાગણી સાથે માગણી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.