સંવેદન ગૃપ દ્વારા ૯૦મું ચક્ષુદાન ચક્ષુદાન લેવાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ucwuyjuprozwd8oo/" left="-10"]

સંવેદન ગૃપ દ્વારા ૯૦મું ચક્ષુદાન ચક્ષુદાન લેવાયું


સંવેદન ગૃપ દ્વારા ૯૦મું ચક્ષુદાન ચક્ષુદાન લેવાયું

અમરેલીના ચિતલ રોડ પર આવેલ ગણેશ સોસાયટીમાં વસતાં સંજયભાઈ રમણિકભાઈ પરમાર (એસ.બી.આઈ. બેંક કર્મચારી) ની  ૧૦માં ધોરણમાં અભ્યાસ કરતી પૂત્રી આસ્થા (ઉં.વ. ૧૫) તા.૩૧/૦૭/૨૦૨૨ રવિવારના રોજ સવારે બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી હતી, તેને તરત અમરેલીની એમ્સ હોસ્પિટલે લાવવામાં આવી હતી પરંતુ કોઈ સારવાર આપી શકાય નહોતી અને ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. દીકરીના અચાનક અકાળે અવસાનથી માવતર-સ્વજનો હતપ્રભ બની ગયાં હતાં. આવી કપરી પરિસ્થિતિમાં આસ્થાના મમ્મી શિલ્પાબેને દીકરીના નેત્રદાનનો નિર્ણય કર્યો અને તેઓએ એઈમ્સ હોસ્પિટલના ડૉ. કેયુર કોટડિયાના માધ્યમથી ચક્ષુદાન માટે કાર્યરત સંસ્થા સંવેદન ગૃપનો સંપર્ક કર્યો હતો. ચક્ષુદાન સ્વીકારવા માટે સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા દર્શન પંડ્યાએ સેવા આપી હતી. દુ:ખના સમયે માનવતા મહેકાવતા ચક્ષુદાન થકી બે અંધજનોના જીવનમાં રોશની લાવવા નિમિત્ત બનેલાં પરમાર પરિવારે પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે, સંવેદન ગૃપે પરમાર પરિવારને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે સંવેદન ગૃપ દ્વારા ૯૦મું નેત્રદાન લેવામાં આવ્યું એમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]