મુળી તાલુકાના માનપર ગ્રામ પંચાયત દ્વારા દારૂ ના દૂષણનો નાબૂદ કરવાનો લીધો અનોખો નિર્ણય. - At This Time

મુળી તાલુકાના માનપર ગ્રામ પંચાયત દ્વારા દારૂ ના દૂષણનો નાબૂદ કરવાનો લીધો અનોખો નિર્ણય.


સમગ્ર ગુજરાતમાં દારૂના દૂષણો વધી રહ્યો છે જેમકે બોટાદમાં થયેલા લઠ્ઠા કાંડ ના પડઘા પડી ઠેર ઠેર પડી રહ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના માનપર ગામના આગેવાનો સમસ્ત એકઠા થઈ કોઈએ દારૂ વેચવો નહીં કે પીવો નહીં જેવા વ્યસનો ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. તેમાં ખાસ કરીને માનપર ગ્રામ પંચાયતના સરપંચ હકાભાઇ રામજીભાઈ જણાવ્યું કે જે કોઈ દારૂ પીતા પકડાય કે વેચતા પકડાય તો તેની સામે પોલીસ કર્મીને સાથે રાખી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને મુળી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા માનપર ગ્રામ પંચાયતને સાથ સહકાર આપવા બદલ ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો. આવા દુષણો ને નાબૂદ કરવા સહભાગી બનવા મનપર ગામના સરપંચ, તમામ ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.. જેસીંગભાઇ સારોલા

બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon