હળવદ ના ઈતિહાસ માં સૌથી મોટો નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ સંપન્ન કેમ્પ માં ૧૬૫૫ દર્દીઓ એ લાભ લીધો - At This Time

હળવદ ના ઈતિહાસ માં સૌથી મોટો નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ સંપન્ન કેમ્પ માં ૧૬૫૫ દર્દીઓ એ લાભ લીધો


સ્વ. હસુમતીબેન મણીલાલ દવે ની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે આયોજન થયું હતું

આજરોજ હળવદ શહેર મધ્યે આવેલ શ્રી શરણનાથ ઉપવન ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ નું આયોજન થયું હતું આ કેમ્પ સ્વ.હસુમતીબેન મણીલાલ દવે ની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે શ્રી સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ - પાટિયા ગ્રુપ - ધર્મપ્રેમી સેવા મંડળ - શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે આયોજન થયું આ કેમ્પમાં હળવદ તથા આસપાસ ના વિસ્તાર ના ૧૬૫૫ દર્દીઓ એ લાભ લીધો હતો ત્યારે આ કેમ્પ દરમિયાન ૨ દર્દીઓ ને ચાલુ હાર્ટ એટેક નું નિદાન થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેમને સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ માં રિફર કરવામાં આવ્યા હતા અને આયુષ્માન ભારત યોજના માં નિશુલ્ક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે આ કેમ્પ માં સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ના નિષણાત ડોકટરો અને હળવદ ના સ્થાનિક ડોક્ટરો સહિત 23 ડોકટરો એ પોતાની સેવાઓ આપી હતી અને થર્ટી ફર્સ્ટ ની ઉજવણી દર્દી નારાયણ ની સેવા કરી અને કરી હતી આ કેમ્પ માં તમામ સુપર સ્પેશિયલ ડોક્ટરો સહિત વિવિધ રોગો ના નિષ્ણાત ડોકટરો એ આવેલ દર્દીઓ ને સચોટ રીતે નિદાન કરી આપ્યું હતું અને જેમને જરૂર હતી તેઓ ને કાર્ડિયોગ્રામ અને દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી આમ હળવદ ના ઈતિહાસ માં સૌથી મોટો નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો અને આવેલ દર્દીઓ એ પણ ખુબ જ સહકાર આપ્યો હતો સ્થાનિક હોસ્પિટલો એ પણ પોતાના ડોકટરો સ્ટાફ અને જરૂરી સર્વે સેવાઓ નો સહકાર આપ્યો હતો અને હળવદ પોલીસ એ ટ્રાફિક સમસ્યા નો થાય તે માટે વ્યવસ્થા ગોઠવી હતી નગરપાલિકા ના સેનીટેશન શાખા ના કર્મચારીઓ એ સ્વચ્છતા માટે સહકાર આપ્યો હતો અને પી.જી.વી.સી.એલ હળવદ દ્વારા વીજ પુરવઠો જળવાઈ રહે તેની વ્યવસ્થા કરી હતી તેમજ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ખુબ સારો સહકાર મળ્યો હતો શ્રીજી મંડપ સર્વિસ દ્વારા ખુબ સારો સહકાર મળ્યો હતો સાઈન ગ્રુપ ના કર્મચારીઓ પણ સેવા આપવા માટે આવ્યા હતા... જનતા ફૂડ મોલ દ્વારા પણ સહયોગ મળ્યો હતો તેમજ 55 જેટલા ભાઈઓ તથા બહેનો એ સ્વયંસેવક તરીકે સેવા આપી હતી આ કાર્યક્રમ માં રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનો એ હાજરી આપી હતી

આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તેમજ પાટિયા ગ્રુપ - ધર્મપ્રેમી સેવા મંડળ અને શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.