આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ના કમિશનર શ્રી ની કચેરી ગાંધીનગર દ્વારા અરવલ્લી જિલ્લાના શિક્ષકો માટે સીપીઆર તાલીમ કાર્યક્રમનું આયોજન જીતપુર હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું. - At This Time

આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ના કમિશનર શ્રી ની કચેરી ગાંધીનગર દ્વારા અરવલ્લી જિલ્લાના શિક્ષકો માટે સીપીઆર તાલીમ કાર્યક્રમનું આયોજન જીતપુર હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું.


ગુજરાત રાજ્ય સહકારના સહયોગથી ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસથેસિયોલોજી, ગુજરાત સ્ટેટ દ્વારા સીપીઆર તાલીમ નું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓની તાલીમ શ્રી સીએમ સુથાર હાઇસ્કુલ જીતપુર ખાતે આજરોજ યોજવામાં આવી હતી.
જીતપુર હાઇસ્કુલ ના આચાર્યશ્રી, અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, સિવિલ હોસ્પિટલ હિંમતનગરના ડોક્ટર હેમલત્તા ચૌધરી, ડોક્ટર અંકિતા પટેલ, ડોક્ટર નિધિ ડાભી, ડૉક્ટર શ્વેતા પ્રજાપતિ, તથા અન્ય ડોક્ટર શ્રી ઓ ની ટીમ દ્વારા આજરોજ સીપીઆર તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં અરવલ્લી જિલ્લાના મોડાસા ભિલોડા તથા મેઘરજ તાલુકાના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ સ્ટાફ ઉપસ્થિત રહી સીપીઆર ની તાલીમ મેળવી હતી.
ડોક્ટર હેમલાત્તા ચૌધરી સહયોગી પ્રોફેસર સિવિલ હોસ્પિટલ હિંમતનગર દ્વારા તમામ તાલીમાર્થીઓને cpr કેવી રીતે આપવું કઈ પરિસ્થિતિમાં આપવું અને કેવી રીતે આપો તેની માહિતી દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી પૂરી પાડી હતી. ડોક્ટર આનંદુ એમ ડોક્ટર ભાવેશ રાઠોડ ડોક્ટર આહુતિ પ્રજાપતિ ડોક્ટર અખિલ પટેલ અંશ વઘાસીયા તથા રાહુલભાઈ અશ્વિનભાઈ કમલેશભાઈ જગદીશભાઈ દ્વારા મેની ક્વિન ઉપર સીપીઆર કેવી રીતે આપવું તે શીખવ્યું હતું.
તાલીમ પામેલ શિક્ષકો દ્વારા હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી તેઓએ જણાવ્યું હતું કે કટોકટી ના સમયે વ્યક્તિને નવું જીવન આપવા માટે આ તાલીમ ખૂબ જ અગત્યની નીવડશે.
આ કાર્યક્રમ યોજવા માટે જીતપુર હાઇસ્કુલ ના સમગ્ર સ્ટાફે ભારી જયમત ઉઠાવી અને તમામ સગવડો પૂરી પાડી હતી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.