માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ સામખિયાળી રાધનપુર હાઈવે પર મેવાસા નજીક અકસ્માતે ટ્રક પલટી ગઈ હતી. - At This Time

માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ સામખિયાળી રાધનપુર હાઈવે પર મેવાસા નજીક અકસ્માતે ટ્રક પલટી ગઈ હતી.


મળતી વિગતો મુજબ ટ્રક રાજસ્થાન પાસીંગની હોય જે આડેસર તરફથી મુન્દ્રા તરફ જઈ રહી હતી.જે ગમખ્વાર અકસ્માતમાં ટ્રકના ચાલકને ઢોળાયેલા ઘઉંના જથ્થા નીચે દબાઈ જવાથી ગંભીર ઇજાઓ પહોંચી હતી જે ઘવાયેલા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત નીવડે તે પહેલાજ તેનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી રાધનપુર સામખિયાળી ધોરીમાર્ગ પરના મેવાસા થી થોડેક દૂર અકસ્માતે ઘઉં ભરેલી ટ્રક RJ 31 GA 8560 પલટી ગઈ હતી. ઘઉંના જથ્થા તળે ટ્રક ચાલક આવી જતાં તેનું મૃત્યુ થયું હતું ટ્રક પલટી ગયા બાદ તેમાં આગ ફાટી નીકળી હતી. ત્યાંથી પસાર થતા અન્ય વાહન ચાલકો આગ કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ ગેલ ઈન્ડિયા કંપની માં ફાયર વિભાગ ને કરતાં તાત્કાલિક ઘટના સ્થળે ફાયર ટેન્ડર પહોંચી આવ્યું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતો


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.