દબાણ શાખાએ 3 દિવસમાં 93.65 હજારથી વધુની રકમ વસૂલી, 328 કિલો વાસી શાકભાજીનો નાશ કર્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/u5olh0pmcidrfsc7/" left="-10"]

દબાણ શાખાએ 3 દિવસમાં 93.65 હજારથી વધુની રકમ વસૂલી, 328 કિલો વાસી શાકભાજીનો નાશ કર્યો


રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા 3 દિવસમાં 93.65 હજારથી વધુની રકમ દંડ પેટે વસૂલી છે. જયારે 328 કિલો વાસી શાકભાજીનો સ્થળ પર નાશ કર્યો છે.

આ કામગીરી હેઠળ રસ્તા પર નડતર 13 રેંકડી-કેબીનો ઢેબર રોડ, જ્યુબેલી, નંદનવન રાણી રોડ, ધરાર માર્કેટ, એસ.કે.ચોક પરથી જપ્ત કરવામાં આવી હતી, જયારે જુદીજુદી અન્ય 27 પરચુરણ ચીજ વસ્તુઓ ઢેબર રોડ, ગાયત્રીનગર, ભક્તિનગર સર્કલ,ધર્મેંદ્ર રોડ, એસ.કે.ચોક,રામનાથ પરા, રેસકોર્ષ ગ્રાઉન્ડ,સાધુવાસવાણી રોડ, પારેવડી રોડ,સંતકબીર રોડ, જીવરાજ પાર્ક પરથી જપ્ત કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]