વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/twzxrlbyqutvcyel/" left="-10"]

વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે


શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ધનુર્માસ અંતર્ગત તા.03-01-2023ને મંગળવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર ધરાવી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તેમજ 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ તથા 11:૩0 કલાકે બોરનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞ તથા સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]