મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે સંવાદથી સુરક્ષા અંતર્ગત કાર્યક્રમ યોજાયો જેમાં લોક પ્રશ્નો અને ગુનાખોરી અટકાવવા નશીલાં પદાર્થોનું સેવન નિવારવા સહિત વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું - At This Time

મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે સંવાદથી સુરક્ષા અંતર્ગત કાર્યક્રમ યોજાયો જેમાં લોક પ્રશ્નો અને ગુનાખોરી અટકાવવા નશીલાં પદાર્થોનું સેવન નિવારવા સહિત વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું


મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે સંવાદથી સુરક્ષા કાર્યક્રમ યોજાયો જેમાં લોક પ્રશ્નો સહિત વિવિધ ચર્ચાઓ કરવામાં આવેલ
મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી સંવાદ થી સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રશ્નોની ચર્ચા અને તેનું નિરાકરણ કરવામાં આવેલ હતું જુનાગઢ જિલ્લા પોલીસ વડા એસપી હર્ષદ મહેતાની સૂચનાથી ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી ની અધ્યક્ષતામાં પોલીસ સ્ટાફ દ્વારા ગ્રામજનો,રાજકીય આગેવાનો,,વેપારીઓ,શિક્ષકો,જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યો,ગામના સરપંચો, સહિતની ઉપસ્થિતિમાં પોલીસ અને પબ્લિક સંવાથી સુરક્ષા કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં ખાસ કરીને ગુનાખોરી અટકાવવા નસીલા પદાર્થોનું સેવન નિવારવા માર્ગદર્શન અપાયું હતું
પીએસઆઇ કે.એમ.મોરી દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોને જણાવવામાં આવેલ હતું કે કેવી રીતે ગુનાખોરી અટકાવી શકાય તેમજ ગુનેગારોને તાત્કાલિક ધોરણે પકડવા માટે ઘર તેમજ દુકાનોની સુરક્ષા માટે દરેક લોકોએ સીસીટીવી કેમેરા ફીટ કરાવવા જોઈએ તેમજ યુવાધનને ડ્રગ્સ અને એમડી ના રવાડે ચડતા કેવી રીતે અટકાવી શકાય તેમજ ગાંજો ચરસ અફીણ જેવા નસીલા પદાર્થોમાંથી આપણે આપણા બાળકોને કેવી રીતે દૂર રાખવા સહિતની બાબતે લોકોને જાગૃત કરવા માર્ગદર્શન આપવામાં આવેલ હતું
‌ આ તકે મેંદરડાના પૂર્વ સરપંચ દિનેશભાઈ વેકરીયા અને મેંદરડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ ખુમાણ દ્વારા રજૂઆત કરાઈ હતી કે મેંદરડા સહિત આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોના સરપંચો ને સૂચના આપવામાં આવે કે જે તે ગામના વાડી વિસ્તારોમાં પર પ્રાંતિયો મજૂરો રહેતા હોય તેઓના આધાર પુરાવા સહિતની માહિતી એકત્રિત કરી ગ્રામજનો સાથે સંવાદ કરી મેંદરડા પોલીસ ની મદદથી તમામ માહિતી એકત્રિત કરી મેંદરડા પોલીસ મા રજુ કરવામાં આવેતો આવનારા દિવસોમાં રેકોર્ડ ના આધારે ગુનાખોરી અટકાવવા માટે મદદ પણ મળી રહે સાચા ખોટા લોકોની ઓળખ થઈ શકે તેવી રજુઆતો કરવામાં આવેલ હતી
રીપોંટીગ- કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.