બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની ૨૧ મી બેઠક યોજાઇ - At This Time

બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની ૨૧ મી બેઠક યોજાઇ


બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ

બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ચાસવડ ખાતે તારીખ ૧૫/૦૩/૨૦૨૪ ના રોજ અભિષેક પાંડે એડિશનલ ચીફ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ,બાયફ,ગુજરાતના અધ્યક્ષ સ્થાને વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે ડૉ. એન.એમ.ચૌહાણ, વિસ્તરણ શિક્ષણ નિયામક, નવસારી કૃષિ યુનિવર્સિટી, ડૉ. વી. કે. પોસીયા,વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા કેવીકે નર્મદા, ડૉ. એ. ડી. રાજ, આચાર્ય પોલિટેકનિક એગ્રીકલ્ચર કોલેજ ભરુચ. ડૉ.તુષાર યુ પટેલ મદદનીશ પ્રાધ્યાપક, એગ્રીકલ્ચર કોલેજ ભરુચ, ડૉ.સંદીપ સાંગાણી,મદદનીશ પ્રાધ્યાપક, એગ્રીકલ્ચર કોલેજ ભરુચ, નીતિન આંબલીયા, બાગાયત અધિકારી, ભરૂચ, રાકેશ આર કુમાર, ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટર આત્મા, ભરૂચ, રાજેંન્દ્ર પટેલ, એરીયા મેનેજર, આગાખાન,સંસ્થા, નેત્રંગ, ડૉ પી.આર. વસાવા, પશુપાલન અધીકારી, યોગેશ ડી. પવાર, વિસ્તરણ અધિકારી નેત્રંગ, સુરેશ બી પટેલ. મેનેજર, સુમુલ ડેરી ચાસવડ, તેમજ પ્રગતીશિલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

શરૂઆતમાં કે.વી.કે ચાસવડના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને મહેન્દ્રભાઈ પટેલે મિટિંગમાં આવેલ સર્વે મહેમાનોને આવકારી ગત વર્ષ યોજાયેલ વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની મિનીટસનું વાંચન કરી એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો હતો તેમજ કેવીકેના વૈજ્ઞાનિકો દ્વારા વર્ષ ૨૦૨૩ -૨૦૨૪ નો પ્રગતિ અહેવાલ અને વર્ષ ૨૦૨૪-૨૦૨૫ આયોજન અહેવાલ રજૂ કરેલ હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી અભિષેક પાંડે દ્વારા બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચાલતી કામગીરીથી પ્રભાવિત થયા હતા તેમજ તેમણે ઉપયોગી સલાહ સૂચન આપ્યા હતા. ડૉ .નિતિન.એમ.ચૌહાણ, વિસ્તરણ શિક્ષણ નિયામક દ્વારા કેવીકે ભરુચ દ્વારા ચાલતી પ્રવૃતિઓને બિરદાવી હતી અને કેવીકેના ફાર્મ ખાતે વિવિધ નિદર્શનનોમાં જામફળ, નર્સરી, ઘાસચારા અને વર્મીકમ્પોસ્ટ યુનિટની પ્રસંસા કરી હતી. સદર મિટિંગમાં ઉપસ્થિત અન્ય સભ્યો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂત પ્રતિનિધિ અંબુભાઇ વસાવા અને વિક્રમભાઈ વસાવા દ્વારા કેવીકે દ્વારા આપવામાં આવેલ નાગલી, ડુંગળી, ભીડા પાકોના નિદર્શનો વિષે પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. અમિતાબેન વસંતભાઈ ચોધરી દ્વારા વર્મીકમ્પોસ્ટ માટેની તાલીમો મળી જેનો આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.