પોષણ પખવાડા અંતર્ગત મિલેટ્સ મેળાની ઉજવણી - At This Time

પોષણ પખવાડા અંતર્ગત મિલેટ્સ મેળાની ઉજવણી


બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ

ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન તથા ચેતના સંસ્થા દ્વારા ઝઘડિયા તાલુકા ના ૧૬ ગામમાં ખુશાલી સેહત પ્રોજેક્ટ અંતર્ગત પોષણ પખવાડા નિમિત્તે મિલેટ્સ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખરચી, ખરચી ભીલવાડા, ગુમાનપુરા,કપલસાડી ગામ માં સગર્ભા, ધાત્રી, કિશોરીઓ સાથે લાઇવ જાડા ધાન્ય ( મિલેટ્સ) ની વાનગી નિદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ચેતના સંસ્થામાંથી દીપિકા પરમાર અને મુમતાઝ ચૌધરી દ્વારા જાડા ધાન્ય કોને કહેવાય? તેનું મહત્વ અને ફાયદા વિશે ચર્ચા કરવામાં આવી હતી. ખુશાલી સેહત પ્રોજેક્ટ ટીમ અને ઘોડિયાઘર પ્રોજેકટ ટીમ દ્વારા રાગી, કોદરી,જુવાર જેવા અલગ અલગ મિલેટ્સ માથી વાનગી બનાવી ને સહભાગીઓ ને સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ગામ ના સરપંચ, શાળા ના આચાર્ય, CHO, આઇસીડીએસ સુપરવાઈઝર, આશા વર્કર, આંગણવાડી કાર્યકર અને તેડાગર પણ ઉપસ્થિત રહ્યા હતા. પોષણ પખવાડા કાર્યક્રમ નું સંપૂર્ણ આયોજન અને માર્ગદર્શન તનિષ્ઠા રે (પ્રોગ્રામ ઓફિસર, ચેતના) દ્વારા કરવામાં આવ્યું હતું. પોષણ પખવાડા કાર્યક્રમ ને સફળ બનાવવામાં ખુશાલી સેહત પ્રોજેક્ટ ટીમ અને ઘોડિયાઘર પ્રોજેક્ટ ટીમ નો સહયોગ રહ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.