ડભોલીના કારખાનેદાર પાસે દલાલે રૂ.14 લાખના હીરા વેચવા લઈ હડપ કર્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/the-broker-grabbed-rs-14-lakh-worth-of-diamonds-from-the-manufacturer-of-dabholi/" left="-10"]

ડભોલીના કારખાનેદાર પાસે દલાલે રૂ.14 લાખના હીરા વેચવા લઈ હડપ કર્યા


- બે વખત હીરા લઈ જઈ સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યા બાદ દલાલ તેજસ નારોલા સમયસર પેમેન્ટ નહીં કરી વાત કરવાનું ટાળતો હતો સુરત, : સુરતના કતારગામ વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા ડભોલીના કારખાનેદાર પાસેથી સવા મહિના અગાઉ રૂ.14 લાખના હીરા વેચવા લઈ જઈ દલાલે પૈસા કે હીરા પરત નહીં કરતા કતારગામ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદના ગઢડાના નીંગાળા ગામના વતની અને સુરતમાં ડભોલી ચાર રસ્તા હરીદર્શન રો હાઉસ ઘર નં.202 માં રહેતા 42 વર્ષીય રાજેશભાઇ મંજીભાઇ વિઠાણી કેતારગામ મહેતા પેટ્રોલ પંપની સામે અવધ-2 ગાળા નં.503 માં પાંચમા માળે મોક્ષ ડાઇમ એલ.એલ.પી.ના નામે ભાગીદારીમાં હીરાનું કારખાનું ધરાવે છે. રાજેશભાઈ કામ માટે મહિધરપુરા હીરા બજારમાં ગયા હતા ત્યારે તેમનો પરિચય હીરા દલાલ તેજસ હિંમતભાઇ નારોલા ( રહે.ઘર નં.67, પુજા પાર્ક સોસાયટી, આંબાતલાવડી, કતારગામ, સુરત ) સાથે થયો હતો. બાદમાં તે કારખાને કામ માટે આવતો હતો અને બે વખત હીરા વેચવા માટે લઈ જઈ સમયસર પેમેન્ટ કરતા તેના પર વિશ્વાસ બેસ્યો હતો.દરમિયાન, ગત 28 જૂનના રોજ તેજસ રાજેશભાઈના કારખાનેથી રૂ.14 લાખની મત્તાના 86.37 કેરેટ હીરાનું પડીકું વેચવા લઈ ગયો હતો. પણ 35 દિવસ બાદ પણ તેણે પેમેન્ટ નહીં કરતા કે હીરા પરત નહીં કરતા રાજેશભાઈએ ફોન કર્યો તો કહ્યું હતું કે હીરાનું પડીકું મારી પાસે જ સહીસલામત છે, બજારમાં બતાવું છું, સારી ઓફર આવે એટલે કહું.જોકે, બાદમાં રાજેશભાઈ જયારે પણ ફોન કરતા ત્યારે તેજસ બરાબર વાત કરતો નહોતો અને ફોન કાપી નાખતો હતો.આથી છેવટે રાજેશભાઈએ ગતરોજ તેના વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તેજસને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]