પોલીસની ઓળખ આપી બાઈક સવારોએ ટ્રક ચાલકને લૂંટી લીધો - At This Time

પોલીસની ઓળખ આપી બાઈક સવારોએ ટ્રક ચાલકને લૂંટી લીધો


- લખતર-વિરમગામ હાઈવે પરનો બનાવ - રૂા. 12,360 ની રોકડ, એ.ટી.એમ અને પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ તેમજ આધાર કાર્ડ લઇ લેવાયાસુરેન્દ્રનગર : લખતર-વિરમગામ હાઈવે ઉપર ઓળક અને કડુ ગામ વચ્ચે બે બાઈકસવારોએ પોલીસની ઓળખ આપી ટ્રકચાલકને માર મારી લુંટ ચલાવતા ચકચાર મચી જવા પામી છે.જાણવા મળતી વધુ વિગત એવી છે કે, રાજસ્થાનનાં જોધપુરથી સિમેન્ટ ભરીને રાજકોટ તરફ થઈ રહેલી ટ્રક લખતર-વિરમગામ હાઈવે ઉપર ઓળક અને કડુ ગામ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે રાત્રીના ૯-૩૦ વાગ્યા આસપાસ બે અજાણ્યા બાઈકચાલકોએ પોલીસની ઓળખ આપી લાયસન્સ બતાવ તેમ કહી ટ્રક ઉભી રખાવી હતી અને ટ્રકચાલક અશોક કુમારને ટ્રકની નીચે ઉતારી ધોકા વડે માર માર્યો હતો અને કપડા ફાડી નાખ્યા હતા. તેમજ ટ્રકચાલક પાસેથી રૂા.૧૨,૩૬૦  રોકડા, એ.ટી.એમ કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ સહિતના આધાર-પુરાવાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવથી હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ગભરાટનો માહોલ પ્રવર્તે છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon