માણેક ચોકથી સોનેરી મેડીકલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેઇન બનાવવાનો હોવાથી વાહનોની અવર - જવર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/svnvwgbpizlas3gw/" left="-10"]

માણેક ચોકથી સોનેરી મેડીકલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેઇન બનાવવાનો હોવાથી વાહનોની અવર – જવર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો


માણેક ચોકથી સોનેરી મેડીકલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેઇન બનાવવાનો હોવાથી વાહનોની અવર - જવર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો

પોરબંદર.તા.૨૩, પોરબંદર છાંયા વિસ્તારમાં વરસાદી ઋતુ દરમ્યાન ગ્રામ ઉધોગ ભંડારથી માણેક ચોક સુધી પાણી ભરાઇ જવાથી રોડની બન્ને બાજુ સ્ટ્રોમ વોટર ડ્રેઇન બનાવવાનો હોય આ કામગીરી માટે વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ ફરમાવતું તેમજ વૈકલ્પિક રસ્તા નક્કી કરી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એમ.કે.જોષીને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે કે, માણેક ચોકથી સોનેરી મેડીકલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેઇન બનાવવાનો હોવાથી વાહનોનો ટ્રાફિક ડાઇવર્ટ કરવા વૈકલ્પિક રૂટ ડ્રીમલેન્ડ ટોકીઝથી માણેક ચોક જવા આવવા માટે પ્લાઝાવાળી ગલીમાં થઇ દેના બેંકવાળા રસ્તે થઇ માણેક ચોક થઈ જવાનું રહેશે.

આ જાહેરનામું તા. ૨૮/૦૨/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર ઠરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]