હર ઘર તિરંગા યોજનામાં સમિતિના વિદ્યાર્થીઓ જોડાયા : તિરંગા અંગે વિવિધ સ્પર્ધાનું આયોજન

હર ઘર તિરંગા યોજનામાં સમિતિના વિદ્યાર્થીઓ જોડાયા : તિરંગા અંગે વિવિધ સ્પર્ધાનું આયોજન


- સમિતિની સ્કૂલમાં વિદ્યાર્થીઓને શીખવવામાં આવી રહ્યા છે રાષ્ટ્ર ભક્તિના પાઠ- વિવિધ સ્પર્ધા સાથે આર્ટ એન્ડ ક્રાફ્ટથી તિરંગા બનાવ્યો, વિદ્યાર્થીઓ કરેલી કામગીરીનું પ્રદર્શન પણ કરાયુંસુરત,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવાર  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા હર ઘર તિરંગાનો રંગ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને પણ લાગ્યો છે. હર ઘર તિરંગા કાર્યક્રમ થકી ગુજરાતના એક કરોડ ઘરો પર તિરંગા લહેરાવવાની કામગીરી સાથે સાથે વિદ્યાર્થીઓમાં પણ દેશદાઝ વધે તે માટે સમિતિની સ્કૂલમાં તેમને રાષ્ટ્રભક્તિના પાઠ ભણાવવામાં આવ્યા હતા. ઘર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ સુરત શિક્ષણ સમિતિની સ્કૂલમાં વિવિધ સ્પર્ધા ચાલી રહી છેસુરત પાલિકા હર ઘર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે શિક્ષણ સમિતિની સ્કુલને પણ તિરંગાનો રંગ લાગ્યો છે. શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં તિરંગા ગીત સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને આર્ટ એન્ડ ક્રાફ્ટનો ઉપયોગ કરી તિરંગો બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી છે. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓની અંદર છુપાયેલી કળા બહાર આવી રહી છે. શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓએ આર્ટ એન્ડ ક્રાફ્ટનો ઉપયોગ કરીને અનોખા તિરંગા બનાવી રહ્યાં છે તેનું પ્રદર્શન પણ સમિતિની સ્કૂલમાં જોવા મળી રહ્યું છે. શિક્ષણ સમિતિની સ્કૂલમાં હર ઘર તિરંગાને કલા ઉત્સવ બનાવી દેવામા આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાની કલ્પના શક્તિ મુજબ તિરંગા બનાવવામાં આવી રહ્યા છે. સમિતિના ઉપાધ્યક્ષ સ્વાતી સોસા કહે છે, વડાપ્રધાન દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમને સુરતની સ્કૂલમાં વધુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બાળકોમાં રહેલી દેશ ભક્તિ વધુ ખીલે તે માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું અને તેમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યાં છે જ્યારે શાળાના શિક્ષકો અને આચાર્ય દ્વારા આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »