હિટલર પણ ચૂંટણી જીતતો હતો, કારણકે આખુ તંત્ર તેના હાથમાં હતુઃ રાહુલ ગાંધી આક્રમક મૂડમાં

હિટલર પણ ચૂંટણી જીતતો હતો, કારણકે આખુ તંત્ર તેના હાથમાં હતુઃ રાહુલ ગાંધી આક્રમક મૂડમાં


નવી દિલ્હી,તા.5 ઓગસ્ટ 2022,શુક્રવારમોંઘવારી મુદ્દે દેખાવો કરી રહેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પોલીસે અટકાયત કરી છે.જોકે રાહુલ ગાંધીએ તેના પહેલા કેન્દ્ર સરકાર પર ભારે માછલા ધોયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યુ હતુ કે, તમે બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો ઉઠાવો છો પણ ભાજપ કહે છે કે લોકશાહીમાં તો જનતા નક્કી કરે છે કે કોણ ચૂંટણી જીતશે? તેના પર રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, હા એમ તો હિટલર પણ ચૂંટણી જીતતો હતો. હિટલર ચૂંટણી એટલા માટે જીતતો હતો કે જર્મનીનુ આખુ તંત્ર તેના હાથમાં હતુ. તેની પાસે પોલીસ હતી, પેરામિલિટરી ફોર્સ હતી અને આખુ તંત્ર હતુ. મને પણ તમે આખી સિસ્ટમ આપી દો તો હું બતાવીશ કે કેવી રીતે ચૂંટણી જીતાય છે.રાહુલ ગાંધીએ ફરી કહ્યુ હતુ કે, હું પીએમથી ડરતો નથી.મોદી સરકારે આખા દેશની તમામ સરકારી સંસ્થાઓને ભાજપ અને સંઘની શાખામાં ફેરવી નાંખી છે. ઈડી જેવી સંસ્થાઓ વિપક્ષને કચડવા માટે અને ભાજપની જીહજૂરી કરવામાં લાગેલી છે. ભાજપ સામે ઉઠતા તમામ અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »