કડાણા તાલુકાની જૂનીગોધર પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ પૂજન દિવસ ની ઉજવણી કરાઈ - At This Time

કડાણા તાલુકાની જૂનીગોધર પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ પૂજન દિવસ ની ઉજવણી કરાઈ


આજનો દિવસ ખરા અર્થમાં ભારત ની રૂષિ પરંપરા મુજબ માતૃ પિતૃ પુજન દિવસ ગણવામાં આવે છે.ત્યારે ખરેખર નિસ્વાર્થ પ્રેમ ની મૂર્તિ એવા માં બાપ જ આ જમાનામાં ખરો પ્રેમ કરી શકે છે.એવું જ એક શ્રેષ્ઠ ઉદાહરણ
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાની જૂની ગોધર પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં જોવા મળ્યું હતું.જ્યાં શાળા નાં આચાર્ય અશ્વિન પટેલ અને શાળા ના શિક્ષકો તેમજ શિક્ષિકાઓ દ્વારા બાળકોને માતૃ પિતૃ પુજન નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.જૂનીગોધર પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ પુજન દિવસ ઉજવણી કરવામાં આવી હતી. માતૃ પિતૃ પૂજન દિવસે આજે પાવન દિવસે બાળકોમાં મૂલ્યોનું સિંચન થાય અને મૂલ્યલક્ષી શિક્ષણ મળે તે હેતુથી શાળામાં બાળકોના માતા-પિતા ને બોલાવી તેમનું કુમકુમ તિલક, ચોખા અને ફુલહારથી પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ માતાપિતા ના ચરણો માં જ ૬૮ તિર્થ છે તેવું બાળકો ને સમજાવવામાં આવ્યું જરૂરી માર્ગદર્શન અને માતૃ-પિતૃ પૂજન વિશે સમજાવ્યું હતું.


9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.