કારના નંબર માટે 1.12 કરોડની બોલી લગાવી, 7 દિવસમાં ખેલ ખુલ્લો પડતાં જોવા જેવી થઈ! - At This Time

કારના નંબર માટે 1.12 કરોડની બોલી લગાવી, 7 દિવસમાં ખેલ ખુલ્લો પડતાં જોવા જેવી થઈ!


ફોર-વ્હીલરના રજિસ્ટ્રેશન નંબર માટે થોડા દિવસ પૂર્વે હરાજી બોલાઈ હતી. નવા વાહન ખરીદનારા ઘણા લોકોએ વટ પડે એવો નંબર લેવા માટે હરાજીમાં ભાગ લીધો. આ હરાજીમાં એવું બન્યું, જેની કોઈને કલ્પના પણ ન હતી. GJ03-NK-0009 આ રજિસ્ટ્રેશન નંબર એક વ્યક્તિને એટલો ગમી ગયો કે લાખોની કાર હતી, પણ નંબર મેળવવા માટે 1 કરોડ 12 લાખ 4 હજાર રૂપિયાની બોલી લગાવી દીધી. ભાઈ હરાજી જીતી ગયા, પણ ખરો ખેલ તો ત્યારે થયો જ્યારે અધધ રૂપિયા ભરવાનો વારો આવ્યો!

RTOના નિયમ પ્રમાણે, રજિસ્ટ્રેશન નંબર માટેની હરાજી થયાના સાત દિવસમાં જ રૂપિયા ભરવા પડે છે. જો કોઈ વ્યક્તિ સાત દિવસમાં રૂપિયા ન ભરે તો એને રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવતો નથી. એટલું જ નહીં, જે-તે વ્યક્તિએ ડિપોઝિટ પેટે આપેલી રકમ પણ જપ્ત કરી લેવામાં આવે છે, પરંતુ RTO માટે માથાનો દુખાવો ત્યારે બને છે જ્યારે ફરીથી આખી પ્રક્રિયા અનુસરીને એ જ રજિસ્ટ્રેશન નંબરની હરાજી ફરીથી કરવી પડતી હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.