આજ રોજ માંગરોળ ખાતે ધારાસભ્ય શ્રી ભગવાનજી ભાઈ કરગઠિયા નો સન્માન સત્કાર અને સ્વાગત સમારંભ યોજાયેલો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/slzkfxkr5tejbx1h/" left="-10"]

આજ રોજ માંગરોળ ખાતે ધારાસભ્ય શ્રી ભગવાનજી ભાઈ કરગઠિયા નો સન્માન સત્કાર અને સ્વાગત સમારંભ યોજાયેલો


તા.૨૪-૧૨-૨૦૨૨ (શનિવાર)

માંગરોળ ની લોહાણા મહાજન વાડી ખાતે ભવ્ય વિજય મેળવેલા ૮૯ માળીયા માંગરોળ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા કેજેઓ સદા લોકસેવા સમાજ કાર્ય માં સતત કાર્યશીલ રહ્યા છે ગત વિધાનસભા ની ચૂંટણી માં ભવ્ય વિજય મેળવી અને લોકો ના હ્ર્દય માં સ્થાન મેળવતા લોકનેતા છે

આજ રોજ નગર માં ચેમર્સ ઓફ કોમર્સ વેપારી મંડળ,વિવિધ સંગઠનો,હિન્દૂ સમાજ ની અઠારેય વર્ણ એ સાચા અર્થ માં લોકસેવક નું અદકેરું સન્માન કર્યું

જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દલ,શ્રી રામ ધૂન મંડળ,સંજીવની નેચર ફાઉન્ડેશન,વંદેમાંતરમ ગ્રુપ,શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ,ગાયત્રી પરિવાર,ગૌ રક્ષા સેના જેવા વિવિધ સંગઠનો સાથે જ્ઞાતિ સમાજ દ્વારા તેમજ નગર ના વિવિધ વ્યાપારી એસોસિયેશન દ્વારા નવ નિર્વાચિત ધારાસભ્ય ભગવાનજી ભાઈ ને સ્વાગત અને ભેટ આપી શુભકામના પાઠવવા માં આવેલી

કાર્યક્રમ માં સ્વાગત પ્રવચન વેરાવળ પીપલ બેંક ડાયરેકટ અને ચેમ્બર્સ ઓફ કોમર્સ ના મંત્ર શ્રી હરીશભાઈ રૂપરેલીયા એ કરેલું ત્યાર બાદ સન્માન સત્કાર ભગવાનજી ભાઈ નો થયેલો

કાર્યક્રમ ના અંત માં ભવ્ય જીત મેળવી માંગરોળ માળીયા વિધાનસભા ના ઘુવધાર ધારાસભ્ય ભગવાનજી ભાઈ એ સભા ને સાંબોધન કરેલું. અને કહેલું કે લોકો ની જવાબદારી પુરી થઈ હવે મારી જવાબદારી શરૂ થઈ લોકો એ હિંદુઓ એ ભરપૂર માત્રા માં ભારતીય જનતા પાર્ટી ને વોટ આપી ગુજરાત માં વિજેતા બનાવી ત્રીસ જેટલા ઉમેદવારો 1 લાખ થી વધુ મત થી ચૂંટાયા છે 30 જેટલા ઉમેદવારો પચાસ હજાર મત ની લીડ થી ચૂંટાયા કહેવાનું તાતપર્ય એ છે 27 વર્ષ ના શાસન બાદ પણ લોકો નો આજે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ ટકી રહ્યો છે,આ વિશ્વાસ ને હું વધારવા નું કામ કરીશ અને માંગરોળ માં જે ઘટે છે માંગરોળ ની જે સમાશ્યા છે એના માટે પ્રમાણિક પ્રયત્ન જ નહીં કાર્ય કરી ને બતાવીશ.
અને કોઈ થી ડરવા ની જરૂર નથી.નિર્ભય થઈ ને રહેજો સમાજ માં સૌ સાથે મળી અને નગર ના વિકાસ અને સુવિધાઓ માટે બધા સાથે મળી કામ કરશું

આભાર વિધિ માર્કેટિંગ યાર્ડ ના વાઇસ ચેરમેન ચેતન ભાઈ કગરાણા એ કરેલી તનામ સંગઠનો વ્યાપારી મિત્રો નો આભાર માનેલો.

કાર્યક્રમ ને અંતે અલ્પાહાર ની સુંદર વ્યવસ્થા ગોઠવવા માં આવેલી

રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]