જસદણમાં જુના બસ સ્ટેશનની છત કોઈનો જીવ લેશે!, છતમાંથી સતત પાણી ટપકી રહ્યું છે, જ્યારે છતના લોખંડના સળીયા પણ દેખાવા લાગ્યા છે. - At This Time

જસદણમાં જુના બસ સ્ટેશનની છત કોઈનો જીવ લેશે!, છતમાંથી સતત પાણી ટપકી રહ્યું છે, જ્યારે છતના લોખંડના સળીયા પણ દેખાવા લાગ્યા છે.


જસદણમાં જુના બસ સ્ટેશનની છત કોઈનો જીવ લેશે!, છતમાંથી સતત પાણી ટપકી રહ્યું છે, જ્યારે છતના લોખંડના સળીયા પણ દેખાવા લાગ્યા છે.

જસદણમાં જુના બસ સ્ટેશન ખાતે મુસાફરોની સુવિધા માટે એસ.ટી.તંત્ર દ્વારા બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. પરંતુ આ બસ સ્ટેશનની જાળવણીના અભાવે હાલ આ બસ સ્ટેશન ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયું છે. આ બસ સ્ટેશનની છત પણ પડું પડું થઈ રહી છે અને છતમાંથી સતત પાણી ટપકી રહ્યું હોવાથી ક્યારે ધરાશાયી થાય તે નક્કી નથી. વધુમાં આ બસ સ્ટેશનની છતમાં રહેલા લોખંડના સળીયા પણ દેખાવા લાગતા આ બસ સ્ટેશન મુસાફરો માટે અતી જોખમી બની ગયું છે. આ બસ સ્ટેશનમાં એટલી હદે ગંદકી છવાયેલી રહે છે કે મુસાફરો બેસી પણ શકતા નથી. જસદણ-વિંછીયા પંથકના બાળકો બસમાં મુસાફરી કરી અભ્યાસ અર્થે જસદણ આવતા હોવાથી તેઓ પણ આ બસ સ્ટેશનમાં ઉભા રહી શકે તેવી સ્થિતિ જ નથી. સાથોસાથ આ બસ સ્ટેશનની એસ.ટી.તંત્ર દ્વારા કોઈ દેખરેખ રાખવામાં આવતી ન હોવાથી અહી આવારા તત્વો અંદર અડ્ડો જમાવી બેઠા જ રહેતા હોય છે. જો આ તમામ સમસ્યાનું એસ.ટી. તંત્ર દ્વારા વહેલી તકે નિરાકરણ લાવવામાં નહી આવે તો જસદણ આમ આદમી પાર્ટીના આગેવાનો મુસાફરો અને ગ્રામજનોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.
જાગૃત નાગરિક નરેશ ચોહલીયાની માંગ છે કે નવું બસ સ્ટેન્ડ બનાવે વહેલી તકે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.