સાબરકાંઠા..... માનવ ગરીમા યોજના થી સશકત . સક્ષમ અને પગભર બની રહી રાજ્ય ની મહિલાઓ .... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/si6bj1hbpfhpavsx/" left="-10"]

સાબરકાંઠા….. માનવ ગરીમા યોજના થી સશકત . સક્ષમ અને પગભર બની રહી રાજ્ય ની મહિલાઓ ….


માનવ ગરિમા યોજનાથી સશક્ત, સક્ષમ અને પગભર બની રહી છે રાજ્યની મહિલાઓ
*
ગરીબ કલ્યાણ મેળામાં દરજી કામની કીટ મળતા ખુશખુશાલ કૈલાશબેન
*
હવે મારે પરીવારના નાના મોટા ખર્ચ માટે બીજા સામે હાથ ફેલાવો નહી પડે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પ્રેમપુરના કૈલાશબેન માવજીભાઇ રબારીને ગરીબ કલ્યાણ મેળામાં માનવ ગરિમા યોજના અંતર્ગત દરજી કામની કીટ મળી છે. જેના થકી તેઓ કામ કરીને આત્મનિર્ભર બની રોજગારી મેળવી શકશે.

કૈલાશબેન જણાવે છે કે, ગામમાં સરકાર દ્રારા તાલીમ વર્ગોનુ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તેઓ અન્ય બહેનોની સાથે તાલીમ લીધી હતી. આ તાલીમ બાદ રબારી પહેરવેશની તાલીમ મેળવી અને તેમાં નિપૂણતા મેળવી હતી, પરંતુ તેમની પાસે સીલાઇ માટેના સાધનની સગવડ નહોતી. ગરીબ કલ્યાણ મેળામાં મળેલ આ મશીન થકી હવે તેઓ ઘરે બેઠા કપડા સીવીને પૈસા કમાઇ શકશે. જેથી પરીવારને આર્થિક મદદ મળી રહેશે. તેમજ પરીવારના અને પોતના નાના-મોટા ખર્ચ માટે તેને બીજા સામે હાથ ફેલાવા નહી પડે. આ મદદ માટે તેઓ રાજ્ય સરકારના અને જિલ્લા વહિવટી તંત્રના ખુબ ખુબ આભારી છે.

રાજ્યમાં વર્ષ ૨૦૦૯થી અવિરતપણે ગરીબ કલ્યાણ મેળા થકી છેવાડાના માનવી સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચે તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. માનવ ગરિમા યોજના દ્વારા સમાજનો અંતિમ હરોળનો નાગરિક આત્મનિર્ભર બને તથા આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે નાણાકીય સહાય, કૌશલ્ય આધારિત સાધનો તેમજ તાલીમ આપવામાં આવે છે. રાજ્યમાં મહિલાઓને સક્ષમ, સશક્ત અને આત્મનિર્ભર બનવાની તમામ તકો મળી રહી છે, તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે

સુશાસન અને આત્મનિર્ભર ભારતના સૂત્રને સાથે લઈને ચાલનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સમાજના સૌનો વિકાસ થાય તેને પ્રાધાન્ય આપ્યું છે. આજે પણ ગરીબ કલ્યાણ મેળા દ્વારા રાજ્યના કરોડો પરિવારો આત્મનિર્ભર બનતા ગરીબ કલ્યાણ મેળાનો મૂળભૂત હેતુ સિદ્ધ થઈ રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]