ભારતમા પ્રથમવાર અમદાવાદ શહેર અને જીલ્લામા દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ બાળકોના આધારકાર્ડ નિકાળવાની શરૂઆત અંધજન મંડળથા કલેકટર સંદિપ સાંગલે થકિ કરવામા આવિ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sfl9cpjscotrkmh3/" left="-10"]

ભારતમા પ્રથમવાર અમદાવાદ શહેર અને જીલ્લામા દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ બાળકોના આધારકાર્ડ નિકાળવાની શરૂઆત અંધજન મંડળથા કલેકટર સંદિપ સાંગલે થકિ કરવામા આવિ


શહેર અને જિલ્લામા અંદાજે ૩૦થી ૪૦ હજાર દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ બાળકોછે જેમના આધાર કાર્ડ કોઈપણ જગ્યાએ નથી નિકળતા જોકે આધારકાર્ડ અત્યારના સમયએ ખુબ જરૂરી દસ્તાવેજ છે કારણ કે આધારકાર્ડ થકિજ બાળકને સ્કોલરસિપ કે અન્ય યોજનાઓનો લાભ મળી શકે છે ત્યારે આ તમામ બાળકોના આધારકાર્ડ નિકાળવા માટે અમદાવાદ કલેકટર દ્વારા સ્પેસ્યલ પર્શન સ્પેસ્યલ કાર્ડ નામે એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આ અભિયાન હેઠળ એક લક્ષ્ય લઈને દિવ્યાંગ બાળકોના આધાર કાર્ડ નિકાળવાની શરૂઆત કરવામાં આવી છે

દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ બાળકોના આધાર કાર્ડ નિકાળવવા તે ખુબ અઘરૂ કામ છે કારણ કે પ્રજ્ઞાચક્ષુ બાળકના આખની કિકી ન દેખાય ત્યા સુધિ તેના ફોટો સોફ્ટવેરમા નથી આવતો એટલે એક બાળકના અંદાજે ૨૦ કરતા વધુ ફોટો પડે પછી જ તેનો ફોટો આવે છે સાથે સાથે બાળકોના ફિંગર પ્રીન્ટ લેવામાં પણ ઘણી મુશ્કેલી ઉભી થાય છે ત્યારે અત્યાર સુધિ જીલ્લામા ૬૭ જેટલા બાળકોના આધારકાર્ડ નિકાળવવામા આવ્યા છે અને આજે ૧૫ જેટલા બાળકોના આધાર કાર્ડ કાઢાયા છે ત્યારે આવનારા સમયમા પણ જિલ્લાના અન્ય તાલુકાઓમા પણ આજ રીતે સામાજીક સંસ્થાઓને સાથે રાખી બાળકોના આધાર કાર્ડ નિકાળવવામાં આવશે

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]