બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારીનો સુવર્ણ અવસર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sepr3c64lyxaggxx/" left="-10"]

બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારીનો સુવર્ણ અવસર


બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારીનો સુવર્ણ અવસર

એઇમ લીમીટેડ-ભાવનગર ખાતેના એકમ માટે આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજર બ્રાંચ મેનેજરની જગ્યા માટે તા.૧૦ મી માર્ચે બોટાદ ખાતે ભરતી મેળો યોજાશે

જિલ્લા રોજગાર વિનિમય કચેરી- બોટાદ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર એઇમ લીમીટેડ-ભાવનગર ખાતેના એકમ માટે આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજર / બ્રાંચ મેનેજરની જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૧૦/૦૩/૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.

ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે.

નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક સાધવા જિલ્લા રોજગાર અધિકારી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]