15માં નાણાં પંચની બેઠકમાં જિલ્લા પંચાયત હેઠળ 2 કરોડ મંજૂર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/s9apyimxljb56g82/" left="-10"]

15માં નાણાં પંચની બેઠકમાં જિલ્લા પંચાયત હેઠળ 2 કરોડ મંજૂર


૧પમાં નાણાપંચની બેઠકમાં જિલ્લા પંચાયત હેઠળ બે કરોડના કામો મંજૂર
રોડ, કોમ્યુનિટી હોલ, કોઝવે માટે ૮૦ લાખ તો પાણી, ગટર અને સફાઇના સાધનો ખરીદવા માટે ૧ કરોડ ૧૮ લાખ મંજૂર કરાયા

પોરબંદર જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તકના ૧પમાં નાણાપંચની વર્ષ ર૦ર૩-ર૪ની જિલ્લા વિકાસ યોજના અંતર્ગત બેઠક યોજવામાં આવેલી હતી. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૧૯૮ લાખના કામો મંજૂર કરવામાં આવેલા હતા. બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન વનરાજ કારાવદરા તથા સભ્ય સચિવ તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન. એલ. સાધુની અઘ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રોડ, રસ્તા, કોમ્યુનિટી હોલ, કોઝવે જેવા તમામ કામો માટે રૂા.૮૦ લાખના કામો મંજૂર થયા ઉપરાંત પાણી, ગટર અને સફાઇના સાધનો ખરીદવા માટે ૧૧૮ લાખ મંજૂર કરવામાં આવેલા છે. ભાજપ શાસિત જિલ્લા પંચાયત હેઠળ વિકાસના કાર્યોને આગળ ધપાવવા જિલ્લા પંચાયત દ્વારા હરહંમેશ પ્રયત્ન કરવામાં આવે છે. જિલ્લા પંચાયત હેઠળ અનેક ગામડાઓ આવે છે. ગામડાઓના વિકાસ માટે અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા પુરેપુરો સહકાર આપે છે. પોરબંદર જિલ્લા પંચાયતની ૧પમાં નાણાપંચની બેઠક યોજવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]