રમતવવિરો ના ઉત્સાહ સાથે ધેડ ખેલોત્સવ પૂર્ણ - At This Time

રમતવવિરો ના ઉત્સાહ સાથે ધેડ ખેલોત્સવ પૂર્ણ


રમતવીરોના ઉત્સાહ સાથે ઘેડ ખેલોત્સવની સમાપ્તિ

યુવાનો રમત ગમત ક્ષેત્રે આગળ આવે અને પોરબંદર જિલ્લાનું ગૌરવ રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ ઉજ્જવળ કરે તેવા શુભ આશયથી ઘેડ પંથકમાં ઘેડ ખેલોત્સવ-ર૦ર૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દોડ, કબડ્ડી, ખો-ખો, રસાખેંચ, વોલીબોલ, યોગાશન, ફ્રી સ્ટાઇલ કુસ્તી વગેરે રમતોનું ઘેડ ખેલોત્સવ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૧ર૦૦થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઘેડ સામાજીક વિકાસ સમિતિ તથા ગોરસર-મોચા ગામ આયોજીત ઘેડ ખેલોત્સવ યોજવામાં આવ્યો હતો. તેમા ઘેડ વિસ્તારની વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ ખેલ ઉત્સવમા કબડી, હોલીબોલ અલગ અલગ પ્રકારની દોળ જેવી અનેક રમતો યોજવામાં આવી હતી. જેમાં ૧ર૦૦ જેટલા રમતવીરો એ ભાગ લીધો હતો. આ તકે મોટી સંખ્યામાં ઘેડ વિસ્તારમાંથી રમતવીરોને નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રમતવીરોને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અલગ અલગ રમતમાં ભાગ લીધેલ રમતવીરોને પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર આપવામાં આવ્યા હતા. જેમાં સિલ્ડ, રોકડ રકમ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon